બંગાળના બોલાકાલી મંદિરમાં માત્ર બે જ પશુઓની કતલ કરવાની હાઇકોર્ટની છૂટ
7 નવેમ્બરે મેળામાં 10 હજારથી વધુ પશુબલી ચડાવવા સામે બ્રેક
વર્ધમાન પરિવારે કલકત્તા હાઈકોર્ટમાં કરેલા એક કેસમાં અભૂતપૂર્વ સફળતા મળી છે અને અદાલતે પોતાના ચૂકાદામાં જણાવ્યું છે કે પશુઓની બલી આપી શકાય નહીં અને માત્ર બે જ પશુઓની પ્રતિકાત્મક કતલ કરવાની છૂટ આપવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના બાલુરઘાટ શહેરની બાજુમાં આવેલ બોલા ગામમાં બોલાકાલી (કાલી માતા) નું મંદિર આવેલ છે. ત્યાં દર વર્ષે લગભગ નવેમ્બર મહિનામાં એક મેળો યોજાય છે અને તેમાં બોલાકાલી મંદિરમાં એક દિવસમાં લગભગ 10,000થી અધિક બકરાઓની બલી અપાય. લગભગ છેલ્લા 350થી 400 વર્ષો જૂની આ અતિ ક્રૂર પ્રાત: આજેય ચાલુ છે. 7 નવેમ્બર 2025 આ પશુઓની બલી આપવાનો આ દિવસ છે.
વર્ષ 2023માં આશરે 11,000 જેટલા પશુઓનું બલી આપવામાં આવ્યું હતું, પરંતુ આ 2023ના કેસને લઈને વર્ષ 2024માં લગભગ 4500 પશુઓની બલી આપવામાં આવી હતી. વર્ષ 2024માં અખિલ ભારત કૃષિ ગો સેવા સંઘના નામે અન્ય એક કેસ ફાઇલ કર્યો હતો અને વર્ષ 2025માં નવો એક કેસ વર્ધમાન પરિવારનાના નામે કાઈલ કર્યો હતો.
આ કેસોની લગભગ 8 જેટલી હીયરીંગ થઈ હતી અને 4 નવેમ્બર, 2025ના પણ એક હીયરીંગ થઈ અને આજે કલકતા હાઇકોર્ટમાં કાયદાના વિશ્ર્લેષણ દ્વારા પશુઓના પુણ્યથી લગભગ અશક્ય કહી શકાય એવો ફેવરેબલ ઇન્ટરિમ ઓર્ડર વર્ધમાન પરિવારને મળી શક્યો છે અને તેને કારણે આ વખતે આજે 7મી નવેમ્બરે જે બોલાકાલી માતાના મંદિરે જે મેળો અને બલીનું આયોજન છે તેમાં હજારો પશુઓની બલીની સંખ્યા ઘટી જશે અને એકાદ વરસમાં બંધ અથવા માત્ર પ્રતીક રૂૂપે બે કે પાંચ પશુઓની બલીની સંખ્યા આવી જશે એવી પુરી શક્યતાઓ છે.
પશ્ચિમ બંગાળમાં બોલાકાલી મંદિરમાં દર વર્ષે એક જ દિવસમાં લગભગ 10,000થી વધુ બકરાંઓની બલી અપાય છે. જે પ્રથા 350થી 400 વર્ષથી ચાલી રહી હતી જેને વર્ધમાન પરિવાર વતિ કલકત્તાની હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને પ્રભુ કૃપાથી અને પશુઓના પુણ્યથી આ વર્ષે અભૂતપૂર્વ ચુકાદો આવ્યો છે અને માત્ર બે જ પશુઓની પ્રતીકાત્મક કતલ કરવાની છૂટ આપવામાં આવી છે.
વર્ધમાન પરિવારને અને અખિલ ભારત કૃષિ ગૌ સેવા સંઘને મળેલી આ સફળતાને વધાવતાં તેના ટ્રસ્ટી અને એનિમલ વેલફેર બોર્ડના કાયદાકીય સમિતિના સલાહકાર કમલેશભાઈએ જણાવ્યું હતું કે પ્રભુની કૃપાથી અને પશુઓના પુણ્યથી આ આદેશ મળ્યો છે તેનાથી લાખો- કરોડો પશુઓને જીવતદાન મળશે અને અમે અમારી કાયદાકીય લડત અવિરતપણે ચાલુ રાખીશું.