રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાબરી મસ્જિદ ધ્વશની 32મી વરસી નિમિત્તે યુપીમાં હાઇએલર્ટ

05:51 PM Dec 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બે દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સંભલ હિંસા અંગે જરૂૂરી સમીક્ષા કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે ગમે તે દિવસ હોય, સંજોગો ગમે તે હોય, કોઈપણ પ્રકારની ગડબડ સહન કરવામાં આવશે નહીં. તેમણે રાજ્ય પોલીસને તોફાનીઓ સાથે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. દરમિયાન રાજ્યમાં તમામ ધાર્મિક અને જાહેર સંસ્થાઓ પર પણ વિશેષ તકેદારી રાખવામાં આવી છે.
બાબરના જમાનાની વધુ એક મસ્જિદનો વિવાદ સંભલ જિલ્લાના એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ 6 ડિસેમ્બરે જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું હતું. હકીકતમાં અહીં પણ બાબર યુગમાં બનેલી શાહી જામા મસ્જિદને લઈને વિવાદ શરૂૂ થયો છે, જેના કારણે તાજેતરમાં જિલ્લામાં હિંસા થઈ હતી.

આ જ કારણ છે કે અહીં પ્રશાસનને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે શુક્રવાર પણ છે અને હિંસક ઘટનાઓ બાદ દર શુક્રવારે આ જિલ્લાને એલર્ટ પર રાખવામાં આવે છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કોઈ પણ પ્રકારનો વિરોધ ન થઈ શકે તે માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આરએઅફ-પીએસી સંભલમાં તૈનાત 6 ડિસેમ્બરની તૈયારીઓ અંગે એસપીએ જણાવ્યું હતું કે સંભલ જિલ્લો સંપૂર્ણ રીતે તૈયાર છે. દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે સુનિશ્ચિત કરવા માટે આરએએફની એક કંપની, પીએસીની 9 કંપનીઓ અને વધારાના આરઆરએફ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
દરેક ખૂણે પોલીસ તૈનાત કરવામાં આવશે.

મથુરામાં એક હજાર પોલીસકર્મીઓ તૈનાત ઉત્તર પ્રદેશના મથુરામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. શાહી ઈદગાહને લઈને વિવાદ છે, જ્યાં હિન્દુ સંગઠનોએ જલાભિષેકની અપીલ કરી છે. આ માટે અહીં એક હજાર પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. બાબરી મસ્જિદ તોડી પાડવાનો દિવસ પણ છે અને તેના માટે સુરક્ષા પણ કડક કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ પગપાળા પેટ્રોલીંગ કરી રહ્યા છે અને એસટીએફ થી એલઆઇયુ સુધી એલર્ટ મોડમાં છે. મથુરા શહેરના એસપી અરવિદ કુમારે જણાવ્યુ હતુ કે અમે વિસ્તારને 4 ઝોનમાં વિભાજીત કર્યો છે. સંવેદનશીલ સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જે લોકો નિયમોનું પાલન નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Tags :
Babri Masjid demolitionHigh alertindiaindia newsupUP News
Advertisement
Next Article
Advertisement