For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઇ, પૂણે સહિત મહારાષ્ટ્રમાં તોફાની વરસાદ

11:07 AM May 21, 2025 IST | Bhumika
મુંબઇ  પૂણે સહિત મહારાષ્ટ્રમાં તોફાની વરસાદ

અનેક વૃક્ષો ઉખડી પડ્યા, ટ્રેન-માર્ગ વ્યવહાર ખોરવાયો : પૂણે એરપોર્ટ બહાર પાણી ભરાયા

Advertisement

કમોસમી વરસાદના કારણે મહારાષ્ટ્ર ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. વરસાદના કારણે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તળાવમાં ફેરવાઈ રહ્યા છે. વરસાદનો કહેર હજુ અટક્યો નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના ઘણા ભાગોમા આજથી 24 મે દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.

ગઇકાલે સાંજે મુંબઈના ઘણા ભાગોમાં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડ્યો. જેના કારણે મુંબઈની ડ્રેનેજ સિસ્ટમની ખરાબ સ્થિતિ પણ સામે આવી છે. હાલ સતત વરસાદના કારણે મુંબઈ, પુણે અને થાણેની હાલત ખરાબ છે. શહેરમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે, ટ્રાફિક જામ પણ થયો હતો તેમજ ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેનો પણ રોકવામાં આવી હતી.

Advertisement

મુંબઈમાં વરસાદનાં કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. તેમજ હજુ પણ વરસાદનો કહેર અટક્યો નથી. ઈંખઉએ બુધવાર માટે રત્નાગીરી, સિંધુદુર્ગ, અહિલ્યાનગર, કોલ્હાપુર, બીડ, સોલાપુર, ધારાશિવ અને છત્રપતિ સંભાજીનગરમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ, ધુલે, નંદુરબાર, જલગાંવ, નાસિક, પુણે, સતારા, સાંગલી, જાલના, અમરાવતી, ભંડારા જીલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મંગળવારે રાત્રે મુંબઈમાં સતત વરસાદ બાદ આકાશ હજુ પણ વાદળછાયું છે. વાદળો ગમે ત્યારે વરસાદ વરસાવી શકે છે. સોમવારે, માત્ર એક કલાકના ભારે વરસાદને કારણે પુણેની હાલત ખરાબ થઈ ગઈ. મંગળવારે પણ વરસાદ ચાલુ રહ્યો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર પાણી ભરાઈ ગયા, જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઇ ગયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement