કાશ્મીરમાં ગરમીએ 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ઘાટીમાં તાપમાન 37 ડિગ્રી નજીક
લેહમાં પણ તાપમાન 35 ડિગ્રીએ પહોંચી જતા ફ્લાઇટો રદ કરવી પડી
કાશ્મીરમાં આ સમયે ભારે ગરમી પડી રહી છે. જેના કારણે રવિવારે કાશ્મીરની ઘાટીના ઘણા વિસ્તારોમાં 25 વર્ષમાં સૌથી વધુ જુલાઈનું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજરોજ શ્રીનગર શહેરમાં મહત્તમ તાપમાન 36.2 ઉયલયિયત ઈયહતશીત નોંધાયું હતું. અગાઉ અહીં સૌથી વધુ તાપમાન 9 જુલાઈ 1999 ના રોજ 37 ડિગ્રી સે. નોંધાયું હતું. બીજી તરફ દેશના પહાડી વિસ્તાર લેહમાં પણ તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોચી જતા હવા એકદમ પાતળી થઇ જવા પામી હતી અને તેના કારણે રવિવારે ચાર ફ્લાઇટ રદ કરવી પડી હતી.
શ્રીનગરમાં જુલાઈનો સૌથી ગરમ દિવસ 10 જુલાઈ, 1946 ના રોજ નોંધાયો હતો. આ દિવસે અહીંનું તાપમાન 38.3 ડિગ્રી રહ્યું હતું. દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડ અને કોકરનાગ શહેરમાં પણ આજરોજ જુલાઈનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. કાઝીગુંડમાં આજરોજ મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી સે. નોંધાયું હતું, જે 11 જુલાઈ, 1988 ના રોજ નોંધાયેલા 34.5 ઉયલયિયત ઈયહતશીતના અગાઉના સર્વોચ્ચ તાપમાન કરતાં વધુ છે.
કોકરનાગમાં ગરમીનો પારો 34.1 ડિગ્રી પર પહોંચી ગયો છે. જ્યારે આ વર્ષે 3 જુલાઈના રોજ 33.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
દક્ષિણ કાશ્મીરના આ શહેરમાં તાપમાનનો પારો માત્ર એક જ વાર 8 જુલાઈ 1993 ના રોજ 33 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કાશ્મીર ઘાટીમાં વિવિધ સ્થળોએ વરસાદની આગાહી કરી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની આશંકા છે. કાશ્મીરમાં ગરમીના કારણે લોકો પરેશાન છે.