હાર્ટએટેકનો ખતરો: કોરોના રસી પર ચેતવણી લખાશે
યુએસ એફડીએ દ્વારા રસી ઉત્પાદક કંપનીઓ ફાઇઝર, મોડર્નાને સૂચના
કોરોના વાયરસે ફરી વિશ્વભરમાં ટેન્શન વધ્યું છે. વર્ષ 2020 માં જ્યારે કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો ત્યારે ઘણી કંપનીઓએ કોરોના વેક્સિનનું ઉત્પાદન કર્યું. આ રસી કોવિડ સામે રક્ષણ પૂરું પાડી રહી હતી, પરંતુ રસીકરણ પછી વિશ્વભરમાં રસીની આડઅસરોની પણ ચર્ચા થઈ. હાર્ટ એટેકના કિસ્સાઓમાં અચાનક વધારો થવાથી આ ચર્ચા શરૂૂ થઈ હતી. હવે એ મુદ્દો ફરી ઉભો થયો છે.
તો બીજી તરફયુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA ) એ રસી ઉત્પાદક કંપનીઓ ફાઇઝર અને મોડર્નાને તેમની રસીઓ પર ચેતવણીઓ આપવાની સૂચના આપી છે. FDAએ આ કંપનીઓને તેમની કોવિડ-19 રસી પર ચેતવણી લખવાનો નિર્દેશ આપ્યો છે. આ ચેતવણી હાર્ટની સમસ્યાઓના સંભવિત જોખમ વિશે હોવી જોઈએ. આ ચેતવણી ઉમેરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી રસી લેવા માંગતા લોકો રસીના સંભવિત જોખમોથી પહેલાથી જ માહિતગાર હોય.
યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, મોડર્ના અને ફાઇઝર કંપનીઓની રસીઓને
કારણે હૃદય સંબંધિત રોગોનું જોખમ રહેલું છે. જોકે આ હજારોમાંથી એકને થઈ શકે છે. સંશોધન મુજબ, રસી હૃદયના બાહ્ય અને આંતરિક સ્નાયુઓમાં બળતરા પેદા કરી શકે છે. જોકે, આ રસી કોવિડ સામે રક્ષણ આપે છે. સંશોધનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રસી લેનારા લોકોના જીવ બચાવી શકાય છે. ભારતમાં ઘણા લોકોએ કોવિડ રસી લીધી હતી.
જોકે ભારતમાં મોટાભાગના લોકોએ કોવી શીલ્ડ અને કોવેક્સિન લીધી હતી.કોવિડ રસી અંગે અગાઉ ઘણા પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા. એવા ઘણા દાવાઓ પણ હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે રસી લેવાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ વધે છે. રસીને કારણે લોહીના ગંઠાવાનું થઈ શકે તેવા દાવા પણ કરવામાં આવ્યા હતા. જેના કારણે હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક જેવા જોખમો હોઈ શકે છે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે કોવિડ રસીકરણ પછી, દેશભરમાં હૃદય અને મગજના હુમલાના કેસોમાં ઝડપથી વધારો થયો હતો. આવા સેંકડો વીડિયો પણ વાયરલ થયા હતા જેમાં કોઈ અચાનક પડી ગયું અને હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યું. જોકે, વિશ્વ આરોગ્ય સંગઠન અને ઈંઈખછ એ રસીની આડઅસરોના આ દાવાઓને નકારી કાઢ્યા હતા.
ભારતની રસીઓ સલામત
ભારતમાં પણ કેટલાક લોકોએ મોડર્ના રસી લીધી છે, તો શું તેમને ડરવાની જરૂૂર છે? આ પ્રશ્ન પર નિષ્ણાતો કહે છે કે સરકાર તરફથી આવી કોઈ માર્ગદર્શિકા નથી. ભારતમાં બનેલી બધી કોવિડ રસીઓ સલામત છે. નિષ્ણાતોના મતે દેશમાં કોરોના રસી આપનારા સૌપ્રથમ આરોગ્ય કર્મચારીઓ હતા. જો કે કોઈ આડ અસર જોવા મળી નથી. આરોગ્ય કર્મચારીઓ પછી, જાહેર જનતા માટે કોવિડ રસીકરણ શરૂૂ કરવામાં આવ્યું. તે સમયે ઓછી રસી ઉપલબ્ધ હતી, તેથી જેમને કોવિડ થવાનું જોખમ વધારે હતું તેમને પહેલા રસી આપવામાં આવી.