શિક્ષણાધિકારીના ઘરમાંથી મળ્યો પૈસાનો ઢગલો, નોટ ગણવાનું મશીન મંગાવવું પડ્યું
વિજિલન્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બિહારના બેતિયામાં જિલ્લા શિક્ષણ અધિકારીના ઘરે આજે વિજિલન્સ વિભાગે દરોડા પાડ્યા હતાં. આ દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.આ દરોડાના પગલે જિલ્લાના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
પટનાથી આવેલી વિજિલન્સ ટીમે સવારથી જ જિલ્લા શિક્ષણાધિકારી રજનીકાંત પ્રવીણના ભાડાના મકાન પર દરોડા પાડ્યા છે. તેમજ શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણની પૂછપરછ કરી રહ્યા છે. દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી હતી.
મળતી માહિતી મુજબ વિજિલન્સ ટીમે શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણના ઘરે સ્થાનિક પોલીસ પાસેથી નોટ કાઉન્ટિંગ મશીન મંગાવ્યું છે. સવારથી જ ડીઈઓના ઘરે વિજીલન્સના દરોડા ચાલુ છે. બેતિયા જિલ્લા શિક્ષણાધિકારી પર ગેરકાયદેસર રીતે મિલકત હસ્તગત કરવાની ફરિયાદનો આરોપ છે, આ કેસમાં વિજિલન્સ ટીમે દરોડો પાડ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી રજનીકાંત પ્રવીણ લગભગ 3 વર્ષથી જિલ્લામાં DEO તરીકે તૈનાત છે.
રજનીકાંત પ્રવીણ મુફાસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત બસંત બિહાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે, જ્યાં દરોડો ચાલી રહ્યો છે. તેમજ ટીમ તેના ઘરે કેટલાય કલાકોથી પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કરોડોની રોકડ મળી આવી છે. ઘરની અંદર પોલીસ ફોર્સ તૈનાત છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ અને વિજિલન્સ ટીમ શિક્ષણાધિકારી રજનીકાંત પ્રવીણના અનેક સ્થળો પર દરોડા પાડી રહી છે. બેતિયા સિવાય અન્ય સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં શું મળ્યું છે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. હાલ આ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે.