દિલ્હીમાં 10 લાખનું હેલ્થ કવર, મહિલાને મહિને 2500
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતું. 27 વર્ષમાં દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ આ પ્રથમ બજેટ છે. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, હેલ્થકેર અને પ્રદૂષણ નિયંત્રણ જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની આગેવાની હેઠળની ભાજપ સરકારે બજેટ માટે જનતા પાસેથી સૂચનો માંગ્યા હતા, જેમાં ઈમેલ અને વોટ્સએપ દ્વારા 10,000થી વધુ સૂચનો મળ્યા હતા.
બજેટમાં માળખાકીય વિકાસની સાથે સાથે 10 ફોકસ એરિયા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વીજળી, પાણી અને રસ્તાના વિકાસનો સમાવેશ થાય છે. દિલ્હી સરકારના બજેટમાં પીએમ જન આરોગ્ય યોજના માટે 2,144 કરોડ રૂૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ અંતર્ગત દિલ્હીમાં લાયક લોકોને 10 લાખ રૂૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળશે. જેમાં 5 લાખ રૂૂપિયા કેન્દ્ર સરકાર અને 5 લાખ રૂૂપિયા દિલ્હી સરકાર આપશે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના બજેટ ભાષણમાં દિલ્હીની મહિલાઓ માટે મહત્વકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે ગૃહને જણાવ્યું કે મહિલા સમૃદ્ધિ યોજના માટે બજેટમાં 5100 કરોડ રૂૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂૂપિયાની આર્થિક મદદ આપવાનું વચન આપ્યું હતું.