રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

HDFC બેંકની પરિવર્તન પહેલ ગુજરાતમાં 58 લાખ લોકોના જીવનમાં પરિવર્તન લાવી

04:21 PM Nov 15, 2024 IST | admin
Advertisement

અરવલ્લી, પાટણ અને બનાસકાંઠામાં નવા પ્રોજેકટસ લોન્ચ કરવા બેંક સજજ થઇ

Advertisement

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક તેની સીએસઆર પહેલ પરિવર્તન મારફતે ગુજરાતમાં અત્યાર સુધીમાં 58.53 લાખ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી ચૂકી છે.
એચડીએફસી બેંકની પરિવર્તન પહેલ ગુજરાતમાં વર્ષ 2017થી ચાલી રહી છે. બેંકનો પરિવર્તન પ્રોગ્રામ ગ્રામ્યવિકાસ, શિક્ષણને પ્રોત્સાહન, કૌશલ્યવિકાસ અને આજીવિકા વધારવી, આરોગ્ય અને સ્વચ્છતા તથા નાણાકીય સાક્ષરતા અને સમાવેશન સહિતના પાંચ મુખ્ય ફોકસ એરીયા પર કેન્દ્રીત છે.

બેંકે વર્ષ 2017થી આણંદ, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર, તાપી, વલસાડ, સાબરકાંઠા, નર્મદા, ખેડા, ગીર સોમનાથ, અમરેલી અને કચ્છ જિલ્લામાં એચઆરડીપી હેઠળ 205 ગામોને આવરી લીધાં છે. આ ઉપરાંત, તેણે ગુજરાતમાં તેના ફોકસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, ડાંગ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહીસાગર, નવસારી, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાઓના 417 ગામોને આવરી લઈ રાજ્યમાં સ્થાયી વિકાસને આગળ વધાર્યો છે.આ સિવાય બેંક મહત્ત્વકાંક્ષી તાલુકા અરવલ્લી તથા પાટણ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોના ગામોમાં નવા પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કરવા જઈ રહી છે.

Tags :
HDFCBANKindiaindia news
Advertisement
Next Article
Advertisement