ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હેવાન પતિએ પત્નીને આપી તાલીબાની સજા!!! પત્નીને બાઈક સાથે બધીને ઢસડી, જુઓ વિડીયો

05:39 PM Aug 13, 2024 IST | Bhumika
Advertisement

રાજસ્થાનમાં એક વ્યક્તિએ પોતાની જ પત્ની સાથે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. નાગોરમાં એક પતિએ તેની પત્નીને બાઈક પાછળ બાંધીને ઢસડી હોવાની ઘટના સામે આવી છે. હેવાન પતિએ બાઈકને ખાડાવાળા અને પથરાળ રસ્તે થઈને લઈ ગયો હતો જેથી કરીને પત્નીને વધારે યાતના મળે.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયો સામે આવ્યા આવ્યા બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી.

Advertisement

વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી તેની પત્નીને મોટરસાઈકલ બાંધીને ઢસડતો જોવા મળે છે. આ દરમિયાન પત્ની પીડાથી ચીસો પાડતી રહી પરંતુ કોઈ મદદ કરવા આગળ ન આવ્યું.

પંચૌરી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સુરેન્દ્ર કુમારે જણાવ્યું કે આ ઘટના લગભગ એક મહિના પહેલા નહરસિંહપુરા ગામમાં બની હતી. આરોપી યુવક પ્રેમરામ મેઘવાલ (32) તેની પત્નીને તેની મોટરસાઇકલની પાછળ દોરડા વડે બાંધીને તેને આખા ગામમાં તરફ ફેરવી હતી.

કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જે સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. અને ત્યારબાદ પોલીસે આ કેસની તપાસ કરીને આરોપીની ધરપકડ કરી હતી. તેણે કહ્યું કે પીડિતા હાલમાં તેના સંબંધીઓ સાથે રહે છે અને તેણે આ બાબતે પોલીસને જાણ કરી નથી.

શાંતિ ભંગ કરવા બદલ આરોપીની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. તેણે જણાવ્યું કે પડોશીઓ પાસેથી મળેલી માહિતી મુજબ પ્રેમરામ તેની પત્નીને મારતો હતો. તે દારૂનો વ્યસની છે અને તેની પત્નીને ગામમાં કોઈની સાથે વાત કરવા દેતો ન હતો. કેસની તપાસ ચાલી રહી છે.

Tags :
indiaindia newsRajasthanRajasthan newsVideovideo viral
Advertisement
Next Article
Advertisement