For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજારમાં તેજીની હેટ્રિક, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીએ લગાવી છલાંગ

10:27 AM Mar 20, 2025 IST | Bhumika
શેરબજારમાં તેજીની હેટ્રિક  ખુલતાની સાથે જ સેન્સેક્સ નિફ્ટીએ લગાવી છલાંગ

Advertisement

ગુરુવારે એટલે આજે સતત ચોથા દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ખુલતાની સાથે જ તે 550 પોઈન્ટથી વધુ ઉછળ્યો અને માત્ર 15 મિનિટના ટ્રેડિંગ પછી 76,000ને પાર કરી ગયો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ગ્રીન ઝોનમાં ખુલ્યો હતો અને શરૂઆતના કારોબારમાં જ 150 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. દરમિયાન, ઝોમેટોથી લઈને ઈન્ફોસિસ સુધીના શેરો લાભ સાથે ખુલ્યા હતા.

ગુરુવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆતમાં, BSE સેન્સેક્સ તેના અગાઉના 75,449.05 ના બંધની તુલનામાં 75,917.11 ના સ્તરે ખુલ્યો હતો. આ પછી તે 75,927 ના સ્તર પર ગયો. ટ્રેડિંગની 15 મિનિટમાં જ સેન્સેક્સ ફરી એકવાર 76000ને પાર કરી ગયો હતો અને 553 પોઈન્ટના વધારા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો.

Advertisement

NSE નિફ્ટીએ પણ ખુલતાની સાથે જ વેગ પકડ્યો હતો. NSEનો આ ઇન્ડેક્સ તેના અગાઉના બંધ 22,907.60ની સરખામણીમાં ઉછાળા સાથે ખુલ્યો હતો અને તે ખૂલતાની સાથે જ 23,000ના સ્તરને વટાવી ગયો હતો. આ પછી તે 150 પોઈન્ટના ઉછાળા સાથે 23,063 પર કારોબાર કરતો જોવા મળ્યો હતો.

લાર્જ કેપ કંપનીઓમાં સમાવિષ્ટ શેર્સની વાત કરીએ તો, સમાચાર લખાય છે ત્યાં સુધી, Zomato શેર (2.50%), ઈન્ફોસિસ શેર (2.49%), TCS શેર (1.99%), HCL ટેક શેર (1.90%) લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. મિડકેપ કંપનીઓ પર નજર કરીએ તો ઝીલ શેર (5.64%), થર્મેક્સ શેર (4.48%), IGL શેર (3.68%), KPI ટેક શેર (3.60%), ભારત ફોર્જ શેર (3.22%) અને RVNL શેર (2.50%) ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજારમાં તેજી છતાં ઘણી મોટી કંપનીઓના શેર ખુલતાની સાથે જ ખરાબ રીતે તૂટી ગયા હતા. આ મોટી કેપ કંપનીઓમાં, બજાજ ફાઇનાન્સ શેર 1.50% ઘટ્યો, જ્યારે ટાટા સ્ટીલનો શેર 1.10% ઘટ્યો. મિડકેપમાં સૌથી મોટો ઘટાડો ફિનટેક ફર્મ પેટીએમ શેરમાં હતો અને તે લગભગ 5% ઘટ્યો હતો. આ સિવાય સીજી પાવર શેર 1.65% ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલ કેપ કંપનીઓમાં, KEI શેર 9.43% અને HBL એન્જિન શેર 4% ડાઉન હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement