સંભલના વિવાદિત સ્થળની પરિક્રમા કરશે હરિહર સેના
05:37 PM Nov 17, 2025 IST | admin
સંભલમાં હરિહર સેના 19 નવેમ્બરના રોજ શાહી જામા મસ્જિદના વિવાદિત સ્થળના અઢી કિલોમીટર વિસ્તારની પરિક્રમા કરશે. હરિહર સેનાના સ્થાપક અને કૈલા દેવી મંદિરના મહંત ઋષિરાજ ગિરીએ આ અંગે એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેમનું સંગઠન 19 નવેમ્બરના રોજ એક દિવસીય હરિહર મંદિર પદ યાત્રાનું આયોજન કરશે, જે અંતર્ગત શાહી જામા મસ્જિદ/શ્રી હરિહર મંદિર નામના વિવાદિત સ્થળની અઢી કિલોમીટરની પરિક્રમા કરવામાં આવશે.
Advertisement
મહંત ઋષિરાજ ગિરીએ જણાવ્યું કે યાત્રા સવારે 10 વાગ્યે શરૂૂ થશે અને મોતી નગર થઈને કૈલા દેવી મંદિર પરત ફરતા પહેલા વિવાદિત સ્થળની બાહ્ય સીમાની આસપાસ અઢી કિલોમીટર ચાલશે. ગિરીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે 19 નવેમ્બરના રોજ સ્થળ પર હાથ ધરાયેલા સર્વેક્ષણના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ પદ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Advertisement
Advertisement