For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્દિક પંડ્યા રશિયન મોડેલને ડેટ કરે છે? ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચર્ચા

12:42 PM Jul 11, 2024 IST | admin
હાર્દિક પંડ્યા રશિયન મોડેલને ડેટ કરે છે  ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચર્ચા

જો કે મોડેલ એલિનાએ આ વાત નકારી

Advertisement

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ દેશ પરત ફર્યો છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતમાં હાર્દિકે મહત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્દિકનું અંગત જીવન ચર્ચામાં છે.
હાર્દિકના તેની પત્ની નતાશા સાથે છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. T20 વર્લ્ડ કપ બાદ નતાશાએ હાર્દિક માટે સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કર્યું નથી. જોકે, એક રશિયન મોડલે હાર્દિક સાથેની તસવીરો શેર કરી હતી, જેના પછી ચાહકોએ સવાલ ઉઠાવવાનું શરૂૂ કર્યું હતું કે શું હાર્દિક હવે આ મોડલને ડેટ કરી રહ્યો છે.
T20 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ રશિયન મોડલ અને બોલિવૂડ એક્ટ્રેસ એલિના ટુટેજાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તે હાર્દિક પંડ્યા સાથે એડ શૂટ કરતી જોવા મળી હતી. એલેના બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે હાર્દિક પંડ્યા તેની સાથે સફેદ સેન્ડોમાં જોવા મળ્યો હતો.

અલિનાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, આ સમયે ભારત પોતાના ચેમ્પિયન પર ગર્વ અનુભવી રહ્યું છે. મેં વિચાર્યું કે હું મારા ફોટો શૂટની તસવીરો તેમાંથી એકની સાથે શેર કરીશ. હાર્દિક પંડ્યાએ આપણા બધાને ગર્વ કરવાનો મોકો આપ્યો છે. અલિનાએ હાર્દિક સાથેની આ પોસ્ટ જોઈ ભારતીય ચાહકો તેમને હાર્દિકની ગર્લફ્રેન્ડ કહેવા લાગ્યા. કેટલાકે તો ભાભી લખીને કોમેન્ટ પણ કરી છે. આ પછી અલિનાએ ટૂંક સમયમાં આ અફવાનું સત્ય પણ જાહેર કર્યું છે.

Advertisement

એલિનાએ બ્રાયન લારા સાથે એક તસવીર શેર કરી છે. આ તસવીરના કેપ્શનમાં તેણીએ લખ્યું છે કે, તેના કામને કારણે તેને પ્રખ્યાત લોકોને મળવાની તક મળે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે તેમને ડેટ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement