વોટ્સએપ પર જુનિયર વિદ્યાર્થીઓને પરેશાન કરવા એ રેગિંગ ગણાશે
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને કડક કાર્યવાહી કરવા યુજીસીનો નિર્દેશ
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ કહ્યું હતું કે સિનિયર્સ દ્ધારા વોટ્સએપ પર જૂનિયર્સને હેરાન કરવાને પણ હવે રેગિંગ ગણવામાં આવશે. જો આવું કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
યુજીસીએ આ સંદર્ભમાં કડક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. તેણે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એવા અનૌપચારિક વોટ્સએપ ગ્રુપ્સ પર નજર રાખવા સૂચના આપી છે જે જૂનિયર્સને હેરાન કરવા માટે બનાવવામાં આવ્યા છે. દર વર્ષે યુજીસીને નવા વિદ્યાર્થીઓ તરફથી સિનિયર્સ દ્વારા હેરાનગતિની ડઝનેક ફરિયાદો મળે છે.
યુજીસીએ તેના તાજેતરના નિર્દેશમાં જણાવ્યું હતું કે ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે સિનિયર્સ અનૌપચારિક વોટ્સએપ ગ્રુપ્સ બનાવે છે, તેમાં જૂનિયર્સને એડ કરે છે અને પછી તેમને માનસિક હેરાનગતિનો ભોગ બનાવે છે. આ પણ રેગિંગ હેઠળ આવે છે અને આ માટે કાર્યવાહી કરવામાં આવશે.