હર હર મહાદેવ.... બાબા કેદારનાથના કપાટ ખુલ્યાં
10:55 AM May 02, 2025 IST | Bhumika
દેવભૂમિ ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના કપાટ વિધિ-વિધાન સાથે આજે સવારે સાત વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. પૂજારીઓના વૈદિક મંત્રોચ્ચાર અને શ્રદ્ધાળુઓના જયકારા વચ્ચે કપાટ ખોલવામાં આવ્યા છે. આ પહેલાં ગઇકાલે બાબા કેદારની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી કેદારનાથ ધામ પહોંચી હતી. બાબાના દર્શન માટે આશરે 15 હજારથી વધારે શ્રદ્ધાળુઓ પહેલાં જ પહોંચી ગયા હતાં અને જેવા જ સવારે કપાટ ખુલ્યા તો આખું ધામ ‘હર-હર મહાદેવ’ અને બમ-બમ ભોલેના જયકારા સાથે ગૂંજી ઉઠ્યું. આ અવસર પર બાબા કેદારના મંદિરને 108 ક્વિંટલ ફૂલોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement