For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'પુલવામાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદને અમને સોંપો...' ભારત સરકારે પાકિસ્તાન પાસે કરી માંગ

03:02 PM Dec 28, 2023 IST | Bhumika
 પુલવામાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદને અમને સોંપો     ભારત સરકારે પાકિસ્તાન પાસે કરી માંગ

ભારત સરકારે પાકિસ્તાન સરકાર સમક્ષ લશ્કર-એ-તૈયબાના નેતા અને મુંબઈમાં 26/11ના હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદને ભારતમાં લાવવાની સત્તાવાર માગણી કરી છે. ભારત સરકારે કહ્યું છે કે તે પ્રત્યાર્પણને લઈને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરશે. હાફિઝ સઈદને 2008માં મુંબઈ હુમલા અને 2019માં પુલવામા હુમલા સહિત અનેક આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવણી માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. હાફિઝ સઈદને વૈશ્વિક સ્તરે પણ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ હાફિઝ સઈદને પણ આતંકવાદીઓની યાદીમાં મૂક્યો છે. હાલમાં તે પાકિસ્તાનની જેલમાં તેની સજા ભોગવી રહ્યો છે.

Advertisement

હાફિઝ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે?

ગયા વર્ષે, પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે હાફિઝ સઈદને આતંકવાદને નાણાં પૂરા પાડવાના બે કેસમાં 32 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પહેલા હાફિઝને પાંચ અલગ-અલગ કેસમાં 36 વર્ષની જેલની સજા થઈ હતી. બંને સજા એકસાથે ચાલી રહી હોવા છતાં હાફિઝ પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યો છે કે કેમ તે અંગે સવાલો ઉભા થયા છે.

Advertisement

ભારત શું ઈચ્છે છે?

હાફિઝ સઈદ ભારતમાં અનેક આતંકી ગતિવિધિઓ માટે વોન્ટેડ છે. તેના પર 2008ના મુંબઈ હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે. હાફિઝના સંગઠન લશ્કર-એ-તૈયબાએ જમ્મુ-કાશ્મીરમાં અનેકવાર આત્મઘાતી હુમલા કર્યા છે. પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના ઘણા ઠેકાણા છે, જ્યાં તે આતંકવાદીઓને તાલીમ આપે છે. આ તાલીમ શિબિરોમાં વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં 21 દિવસનો જેહાદી કોર્સ, દૌરા-એ-શુફા અને 21 દિવસનો કોમ્બેટ કોર્સ કરવામાં આવે છે અને તે આતંકવાદીઓને ભારત મોકલવામાં આવે છે.

પુત્ર ચૂંટણી લડે છે

હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ પાકિસ્તાનમાં આગામી સામાન્ય ચૂંટણી લડવા જઈ રહ્યો છે. આ સાથે હાફિઝની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) એ માહિતી આપી છે કે તે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં ભાગ લેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement