રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટી-20 ટીમ ઓફ ધ યર 2023માં અડધા ખેલાડીઓ ભારતના

01:23 PM Dec 30, 2023 IST | Bhumika
Advertisement

સ્ટાર સ્પોર્ટ્સે ટેસ્ટ અને વન ડે બાદ હવે ટી20 ટીમ ઓફ ધ યર 2023ની જાહેરાત કરી છે. આ ટી20 પ્લેઇંગ ઇલેવનમાં સૂર્યકુમાર યાદવ અને રિન્કુ સિંહ સહિત પાંચ ભારતીય ખેલાડીઓને જગ્યા મળી છે. એટલે કે અડધી ટીમ ભારતીય છે. આ સિવાય આ ટીમમાં બે પાકિસ્તાની અને ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. તો અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝના એક-એક ખેલાડી સામેલ છે. આ ટીમમાં યુવા ખેલાડીઓને વધુ સ્થાન આપવામાં આવ્યું છે.
સ્ટાર સ્પોર્ટ્સ ટી-20 ટીમ ઓફ ધ યરની પસંદગી ફેન વોટિંગના આધારે કરવામાં આવી છે. પસંદગીની પ્રક્રિયા પણ ખુબ જ સરળ છે.

Advertisement

જેમાં સૌથી વધુ મત મેળવનાર ખેલાડીને ટીમમાં જગ્યા આપવામાં આવે છે. પાંચ ભારતીય ખેલાડીની પસંદગીથી એક વાત તો સ્પષ્ટ છે કે વોટિંગમાં ભાગ લેનારા ફેન મોટાભાગના ભારતીય જ છે.
વિરાટ કોહલી, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીને ટીમમાં જગ્યા ન મળતાં નવાઇ લાગી છે. તો ગત વિજેતા ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ઇંગ્લેન્ડના એક પણ ખેલાડીને આ ટીમમાં જગ્યા મળી નથી. એટલું જ નહીં આઇપીએલ 2024ના ઓક્શનમાં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડી મિચેલ સ્ટાર્ક અને પેટ કમિંસ પણ આ ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી.

સ્ટાર સ્પોર્ટ્સની ટી20 ટીમ ઓફ ધ યર
શુભમન ગિલ, યશસ્વી જયશ્વાલ, સુર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, મોહમ્મદ શમી, ગ્લેન મેક્સવેલ, જેસન બેહરેનડોર્ફ, નિકોલસ પુરન, ઇમાદ વસીમ, શાહીન આફ્રીદી, રાશિદ ખાન.

Tags :
cricketcricket newsgujaratgujarat newsSportssports newsT20 Team
Advertisement
Next Article
Advertisement