બોંબની ધમકીથી ગલ્ફ એરલાઇનની ફ્લાઇટ મુંબઇ ડાઇવર્ટ કરાઇ
રવિવારે વહેલી સવારે હૈદરાબાદ જતી ગલ્ફ એરની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગઈ હતી. એરપોર્ટ અધિકારીઓને ઇમેઇલ દ્વારા ધમકીની જાણ કરવામાં આવી હતી. સાવચેતી રૂૂપે, ફ્લાઇટને હૈદરાબાદને બદલે મુંબઈ વાળવામાં આવી હતી. તેમાં 154 મુસાફરો સવાર હતા.
અહેવાલો અનુસાર, ફ્લાઇટ બહેરીનથી હૈદરાબાદ જવા માટે રવાના થઈ હતી અને લગભગ 4:55 વાગ્યે પહોંચવાનું હતું. પરંતુ બપોરે 3 વાગ્યાની આસપાસ, હૈદરાબાદ એરપોર્ટ પર ગ્રાહક સપોર્ટ ઈમેલ પર એક સંદેશ આવ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિમાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. ઈમેલ મળતાં જ, સુરક્ષા ટીમે તાત્કાલિક એરલાઈન અને સંબંધિત એજન્સીઓને ચેતવણી આપી હતી.
ગલ્ફ એર દ્વારા એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું કે આ પગલું સંપૂર્ણ સુરક્ષા પ્રક્રિયાના ભાગ રૂૂપે લેવામાં આવ્યું છે. તપાસ પૂર્ણ થયા પછી, ફ્લાઇટને ફરીથી ઉડાન ભરવા માટે મંજૂરી આપવામાં આવી. ત્યારબાદ વિમાન મુંબઈથી હૈદરાબાદ માટે રવાના થયું હતું.