બેંગકોકથી રૂપિયા 6 કરોડના હીરાના નેક્લેસનો ગુજરાતી દાણચોર ઝડપાયો
કસ્ટમ્સની ટીમે દિલ્હી એરપોર્ટ પર દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે, એક વ્યક્તિની ધરપકડ કરી છે અને રૂૂ. 6 કરોડની કિંમતનો હીરા જડિત સોનાનો નેકલેસ જપ્ત કર્યો છે. એક અધિકારીએ એક સમાચાર એજન્સીને આ માહિતી આપી.
અધિકારીએ જણાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર 6 કરોડ રૂૂપિયાના હીરા જડિત સોનાના નેકલેસની દાણચોરી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ વિભાગ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની પૂછપરછ દરમિયાન અન્ય ઘણા મોટા ખુલાસા પણ થઈ શકે છે.
અધિકારીએ જણાવ્યું કે પેસેન્જર 12 ફેબ્રુઆરીએ બેંગકોકથી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. આ દરમિયાન તેને અટકાવવામાં આવ્યો હતો. જે બાદ તે નર્વસ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં એરપોર્ટ પર હાજર કસ્ટમ વિભાગની ટીમ અને અન્ય સુરક્ષા કર્મચારીઓને તેના પર શંકા ગઈ.
આ પછી, તેના સામાનની વિગતવાર તપાસ કરવામાં આવી હતી અને વ્યક્તિગત શોધ હાથ ધરવામાં આવી હતી. તલાશી દરમિયાન તેની પાસેથી 40 ગ્રામ વજનના હીરા જડેલા સોનાનો હાર મળી આવ્યો હતો, જેની કુલ કિંમત 6.08 કરોડ રૂૂપિયા હોવાનું કહેવાય છે.
હાલમાં નેકલેસ જપ્ત કરવામાં આવ્યો છે અને પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ અધિકારીએ જણાવ્યું કે આરોપી ગુજરાતનો રહેવાસી છે. આ કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન દાણચોરી સાથે જોડાયેલા અન્ય ઘણા ખુલાસા પણ થઈ શકે છે.