For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત સરકારે 5 વર્ષમાં આયુષ્માન યોજના માટે 99.93 કરોડ ખર્ચ્યા

03:45 PM Nov 16, 2024 IST | admin
ગુજરાત સરકારે 5 વર્ષમાં આયુષ્માન યોજના માટે 99 93 કરોડ ખર્ચ્યા

રાજયમાં 2.61 કરોડ કાર્ડધારકોમાંથી 46.23 દર્દીઓએ સારવાર લીધી, સૌથી વધુ યુરોલોજીમાં ખર્ચ

Advertisement

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (ઙખ-ઉંઅઢ) હેઠળ ગુજરાતમાંથી પાંચ વર્ષમાં કુલ 46.23 લાખ દર્દીઓએ સારવાર લીધી છે. આ દર્દીઓની સારવાર પાછળ રૂૂપિયા 9 હજાર 993 કરોડની રકમની સહાય ચૂકવવામાં આવી છે. આયુષ્યમાન યોજના હેઠળ યુરોલોજીમાં સૌથી વધુ રૂૂપિયા 678 કરોડ, કાર્ડિયોલોજી પાછળ રૂૂપિયા 650 કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં કુલ 2.61 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો છે. 1.38 કરોડ પુરુષ અને 1.22 કરોડ મહિલાઓ પાસે એયુષ્યમાન કાર્ડ છે. અમદાવાદમાં સૌથી વધુ 24.01 લાખ, સુરતમાં 19.56 લાખ, રાજકોટમાં 15 લાખ, બનાસકાંઠામાં 12.26 લાખ, વડોદરામાં 10.23 લાખ આયુષ્યમાન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રાજ્યભરમાંથી 924 પ્રાઈવેટ અને 1752 પબ્લિક એમ કુલ 2676 હોસ્પિટલ એમ્પેનલ્ડ છે.

Advertisement

આયુષ્યમાન યોજના હેઠળ સૌથી વધુ હોસ્પિટલ જોડાયેલી હોય તેમાં બનાસકાંઠા 249 સાથે મોખરે, અમદાવાદ 213 સાથે બીજા, સુરત 163 સાથે ત્રીજા, રાજકોટ 142 સાથે ચોથા, મહેસાણા 121 સાથે પાંચમાં સ્થાને છે. ડાંગમાં સૌથી ઓછી 8, પોરબંદરમાં 20, નર્મદામાં 23 હોસ્પિટલ સંકળાયેલી છે.

યોજનાનો અમલ શરૂૂ કરાયા બાદ દર્દીઓને સૌથી વધુ દાખલ કરાયા હોય તેવા જિલ્લામાં અમદાવાદ 3.34 લાખ સાથે મોખરે, સુરત 2.21 લાખ સાથે બીજા, રાજકોટ 2.04 લાખ સાથે ત્રીજા, બનાસકાંઠા 1.50 લાખ સાથે ચોથા, વડોદરા 1.26 લાખ સાથે પાંચમાં સ્થાને છે.

દર્દીઓના જીવ સાથે ચેડાં કરનારી અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 2022થી 2024 એમ 3 વર્ષમાં 847 દર્દીઓએ આયુષ્યાન યોજના હેઠળ સારવાર લીધેલી છે. જેમાં 10થી વધુ દર્દીઓ પાસેથી રૂૂપિયા 1.35 લાખથી વધુનું બિલ વસૂલવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement