For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત જાયન્ટસનું ખાતું ન ખુલ્યું, યુપી વોરિયર્સની 6 વિકેટે જીત

12:58 PM Mar 02, 2024 IST | Bhumika
ગુજરાત જાયન્ટસનું ખાતું ન ખુલ્યું  યુપી વોરિયર્સની 6 વિકેટે જીત

વિમેન્સ પ્રીમિયર લીગની 8મી મેચ શુક્રવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી.આ મેચમાં એલિસા હીલીની આગેવાની હેઠળની યુપી વોરિયર્સ અને બેથ મૂનીની આગેવાની હેઠળની ગુજરાત જાયન્ટ્સની ટીમો સામસામે હતી.યુપી વોરિયર્સે આ મેચમાં ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે હરાવીને સિઝનની બીજી જીત નોંધાવી હતી.જ્યારે ગુજરાત જાયન્ટ્સની આ ત્રીજી મેચ હતી અને હજુ પણ તેમનું ખાતું ખૂલ્યું નથી.ગુજરાતની આ સતત ત્રીજી હાર હતી.જ્યારે પોઈન્ટ ટેબલમાં યુપીની જીતથી ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો પડ્યો અને ટીમ ચોથા સ્થાને સરકી ગઈ.જો આ મેચની વાત કરીએ તો પહેલા રમતા ગુજરાત જાયન્ટ્સની ટીમ માત્ર 142 રન જ બનાવી શકી હતી.ટીમે તેની 5 વિકેટ પણ ગુમાવી દીધી હતી.ફોબી લિચફિલ્ડે સૌથી વધુ 35 રન બનાવ્યા હતા.જ્યારે યુપી માટે બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું.સોફી એક્લેસ્ટોને 4 ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી અને તે શ્રેષ્ઠ બોલર રહી હતી.તેના સિવાય રાજેશ્વરી ગાયકવાડે 4 ઓવરમાં 33 રન આપીને એક વિકેટ લીધી હતી.જવાબમાં એલિસા હીલી અને કિરણ નવગીરે 143 રનના સરળ લક્ષ્યનો પીછો કરતી વખતે યુપી વોરિયર્સ માટે સારી શરૂૂઆત કરી હતી અને 42 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.આ પછી ટીમને એક પછી એક બે આંચકાઓનો સામનો કરવો પડ્યો અને ટીમે 50 રનમાં બે વિકેટ ગુમાવી દીધી.ચમારી અટાપટ્ટુ પણ 17 રનમાં આઉટ થઈ ગઈ હતી અને સ્કોર ત્રણ વિકેટે 86 રન થઈ ગયો હતો.ગ્રેસ હેરિસે 33 બોલમાં 60 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ટીમને 6 વિકેટે આસાન વિજય અપાવ્યો હતો.દીપ્તિ શર્મા પણ 14 બોલમાં 17 રન બનાવીને અણનમ રહી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement