ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પેટ્રોલિયમ ક્રુડ, કુદરતી ગેસ, ખાણકામ સંબંધી વ્યાવસયિક- તકનીકી સેવાઓ પર GST વધશે

05:41 PM Sep 02, 2025 IST | Bhumika
Advertisement

કેન્દ્ર સરકારે જીએસટી દરોમાં ફેરફાર કરવાનો મોટો પ્રસ્તાવ મૂક્યો છે, જેની ચર્ચા 3-4 સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવશે. આ દરમિયાન, એવા સમાચાર છે કે સરકાર પેટ્રોલિયમ ક્રૂડ, કુદરતી ગેસ અને ખાણકામ સંબંધિત વ્યાવસાયિક, તકનીકી અને વ્યવસાયિક સેવાઓ પર જીએસટી વધારી શકે છે. એક મીડિયા અહેવાલ મુજબ, સરકારે જીએસટી દર 12% (ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે) થી વધારીને 18% (આઇટીસી સાથે) કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

Advertisement

ખાનગી પોર્ટલના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હાલમાં પેટ્રોલિયમ ક્રૂડ, કુદરતી ગેસ અને ખાણકામ પ્રવૃત્તિઓ સંબંધિત સેવાઓ પર 12% જીએસટી વસૂલવામાં આવે છે, પરંતુ સરકાર માને છે કે કર માળખાને સરળ અને સંતુલિત કરવા માટે દર વધારીને 18% કરવો જોઈએ. આ પગલાથી આવકમાં વધારો થવાની સંભાવના છે, જ્યારે કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ની સુવિધા મળતી રહેશે.આવી સ્થિતિમાં, જો આ દરખાસ્ત લાગુ કરવામાં આવે છે, તો તેલ અને ગેસ ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓના ખર્ચમાં વધારો થઈ શકે છે.

ખાસ કરીને ખાણકામ સંબંધિત સેવાઓ અને તકનીકી સહાય પૂરી પાડતા વ્યવસાયોને સીધી અસર થશે. ITCનો લાભ ચાલુ રહેશે, તેથી કંપનીઓ તેમના ખર્ચના કેટલાક ભાગને ટેક્સ ક્રેડિટના રૂૂપમાં સમાયોજિત કરી શકશે.

અત્યાર સુધી તેલ શોધ, ગેસ ડ્રિલિંગ અને ખાણકામ સહાય સેવાઓ પર ફક્ત 12% જીએસટી વસૂલવામાં આવે છે. આ સેવાઓમાં ભૂકંપ સર્વે, ભૂસ્તરશાસ્ત્રીય અને ભૌગોલિક ડેટા વિશ્ર્લેષણ, ડ્રિલિંગ કામગીરી, ખાણ આયોજન અને અન્ય વ્યાવસાયિક/તકનીકી સેવાઓનો સમાવેશ થાય છે. સરકાર કહે છે કે આ સેવાઓને પણ અન્ય સામાન્ય વ્યાવસાયિક અને સલાહકાર સેવાઓની જેમ 18% સ્લેબમાં લાવવી જોઈએ.

તમને જણાવી દઈએ કે જો સરકાર પેટ્રોલિયમ ક્રૂડ, કુદરતી ગેસ અને ખાણકામ સંબંધિત સેવાઓ પર જીએસટી 12% થી વધારીને 18% કરે છે, તો તેની સીધી અસર કંપનીઓના સંચાલન ખર્ચ પર પડશે. જોકે, તેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડશે નહીં. હાલમાં, પેટ્રોલ, ડીઝલ અને કાચા તેલ પર જીએસટી લાગુ પડતો નથી, તેના પર એક્સાઇઝ ડ્યુટી અને ટઅઝ (રાજ્ય કર) લગાવામાં આવે છે. તેથી, આ કર વધારાની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર નહીં પડે. ખાણકામ સંબંધિત ઉત્પાદનો મોંઘા થઈ શકે છે. જો ખાણકામ સેવાઓનો ખર્ચ વધે છે, તો કોલસા અથવા અન્ય ખનિજ આધારિત ઉદ્યોગોના ઉત્પાદનો પર થોડી અસર પડી શકે છે.

 

Tags :
GSTindiaindia newsnatural gaspetroleum crude
Advertisement
Next Article
Advertisement