ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

GST સુધારાઓનું સ્વાગત, પણ હવે ઘણું મોડું થયું: ચિદમ્બરમ્

05:27 PM Sep 04, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ જીએસટી દરોમાં ઘટાડાનું સ્વાગત કર્યું છે. જોકે, તેમણે કેન્દ્ર સરકારના આ પગલાંની ટીકા કરી હતી અને કહ્યું હતું કે જીએસટી દરોમાં આઠ વર્ષ એટલે ખૂબ મોડો ફેરફાર કરવામાં આવ્યો હતો.

પી ચિદમ્બરમે એક્સ પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, હાલની જીએસટી વ્યવસ્થા અને દરોને શરૂૂમાં જ લાગુ કરવા જોઇતા હતા. વિપક્ષે વર્ષોથી આ મુદ્દા સામે વારંવાર ચેતવણી આપી હતી, પરંતુ તેની દલીલોને અવગણવામાં આવી હતી. જીએસટીને યુક્તિસંગત બનાવવા અને અનેક વસ્તુઓ અને સેવાના જીએસટી દરમાં ઘટાડનું સ્વાગત છે, પરંતુ આ વર્ષ બહુ મોડું થઈ ગયું કહેવાય. જીએસટીની હાલની વ્યવસ્થા આજ સુધી પ્રચલિત દરોને શરૂૂઆતથી જ લાગુ કરવાની જરૂૂર હતી. અમે છેલ્લા 8 વર્ષથી જીએસટીની વ્યવસ્થા અને તેના સ્લેબ વિશે સતત અવાજ ઉઠાવી રહ્યા છીએ, પરંતુ અમારી દલીલ પર કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું.

દરમિયાન, કોંગ્રેસ પાર્ટીએ જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટી શાસનના સુધારાની ટીકા કરી છે, તેને GST 1.5 ગણાવી છે અને ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા અને MSME પરનો બોજ હળવો કરવાની તેની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેઓ દલીલ કરે છે કે સાચા GST 2.0 માટે રાહ જોવાનું ચાલુ છે, ખાસ કરીને રાજ્યોને વળતર આપવાના સંદર્ભમાં.

કોંગ્રેસના પ્રભારી સંચાર મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે સહકારી સંઘવાદની સાચી ભાવનામાં રાજ્યોની એક મુખ્ય માંગ જેમ કે, તેમના મહેસૂલને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા માટે વળતરનો સમયગાળો વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવે હજુ સુધી ઉકેલાયો નથી.

Tags :
ChidambaramCongressGSTindiaindia news
Advertisement
Next Article
Advertisement