For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

GST ઈન્ટેલિજન્સે રૂા.1.2 લાખ કરોડની કરચોરી ઝડપી

05:26 PM Aug 21, 2024 IST | admin
gst ઈન્ટેલિજન્સે રૂા 1 2 લાખ કરોડની કરચોરી ઝડપી

2020થી અત્યાર સુધીમાં 59 હજાર નકલી કંપનીઓનો પર્દાફાશ, ઈનપુટ ટેકસ ક્રેડિટ લેતા માસ્ટર માઈન્ડ સામે પણ મોટાપાયે કાર્યવાહી

Advertisement

દેશમાં ૠજઝ લાગુ થયા બાદ એવું માનવામાં આવતું હતું કે હવે કરચોરી ખૂબ જ મુશ્કેલ બની જશે. પરંતુ લોકોએ ૠજઝથી બચવાના નવા રસ્તા શોધી કાઢ્યા. આને રોકવા માટે બનાવવામાં આવેલ ૠજઝ ઇન્ટેલિજન્સે અત્યાર સુધી અદભૂત પ્રદર્શન કર્યું છે. ૠજઝ ઇન્ટેલિજન્સે 2020 થી અત્યાર સુધીમાં 1.2 લાખ કરોડ રૂૂપિયાની કરચોરી શોધી કાઢી છે. ૠજઝ ચોરીને રોકવા માટે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કંપનીઓના નકલી રજિસ્ટ્રેશનને શોધી કાઢવા માટે એક ખાસ સ્કીમ ચલાવી છે.

નાણા મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ડિરેક્ટોરેટ જનરલ ઑફ ૠજઝ ઇન્ટેલિજન્સ (ઉૠૠઈં) એ નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ઈંઝઈ) નો ઉપયોગ કરીને છેતરપિંડી કરનારાઓ દ્વારા લગભગ 1.2 ટ્રિલિયન રૂૂપિયાની કરચોરી શોધી કાઢી છે.

Advertisement

ૠજઝ ઇન્ટેલિજન્સે નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા ઘણા માસ્ટરમાઇન્ડ્સને પકડ્યા છે. ઘણા રાજ્યોમાં ફેલાયેલી તેમની સિન્ડિકેટને પણ ફટકો પડ્યો છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૠજઝ ઈન્ટેલિજન્સે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરી કરતી 59 હજાર નકલી કંપનીઓને પકડી છે. તેમજ 170 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસોમાં વધુ તપાસ હાથ ધરી છે.

ૠજઝ અમલીકરણના વડાઓની કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ પોતપોતાના સ્તરે નકલી નોંધણીઓ શોધી રહી છે. બે મહિનાની આ વિશેષ યોજના સમગ્ર દેશમાં ચાલી રહી છે. જેની શરૂૂઆત 16મી ઓગસ્ટથી કરવામાં આવી છે. સરકારો ૠજઝ ઇકોસિસ્ટમમાં બિલિંગને સુરક્ષિત બનાવવા માટે કડક પગલાં લેવાનો પ્રયાસ કરી રહી છે. નકલી બિલો સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ કોન્ફરન્સમાં રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આપણે બિઝનેસ કરવાની સરળતા અને નિયમોના અમલીકરણ વચ્ચે સંતુલન જાળવવું પડશે.

આપણે સિસ્ટમમાંથી નકલી કંપનીઓને ખતમ કરવી પડશે. નકલી ઈંઝઈ લેનારા માસ્ટરમાઇન્ડ પર નજર રાખવાની જરૂૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો જેથી કડક કાર્યવાહી કરી શકાય. સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement