શેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સમાં 400 પોઇન્ટનો વધારો, નિફ્ટી 25000ને પાર
આજે શેરબજારની શાનદાર શરૂઆત થઈ હતી. વૈશ્વિક સંકેતો મજબૂત છે અને અમેરિકન બજારોના સકારાત્મક સંકેતોના આધારે ભારતીય શેરબજારો પણ જોરદાર ઉછાળા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ 400 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 100 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. સાથે જ બેન્ક નિફ્ટીમાં પણ 150થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
BSE સેન્સેક્સે 407.02 પોઈન્ટ અથવા 0.50 ટકાના વધારા સાથે 81,930 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આ સિવાય NSEનો નિફ્ટી 141.20 પોઈન્ટ અથવા 0.57 ટકાના જંગી ઉછાળા સાથે 25,059 પર ખુલ્યો હતો.
શેરબજારની શરૂઆત પહેલા જ આજે બજાર માટે શાનદાર શરૂઆતના સંકેતો હતા અને BSE સેન્સેક્સ 312.50 પોઈન્ટ અથવા 0.38 ટકાના ઉછાળા સાથે 81835.66 ના સ્તર પર રહ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 117.70 પોઈન્ટના વધારા સાથે 25036 પર ટ્રેડ કરી રહ્યો હતો.
શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50ના 41 શેરમાં તેજી જોવા મળી હતી. તેમાંથી ટાટા સ્ટીલ 2.79 ટકાના વધારા સાથે ટોપ ગેનર છે. તે જ સમયે, હિન્દાલ્કોમાં 2.70 ટકાનો વધારો થયો છે. શ્રીરામ ફાઇનાન્સમાં પણ 2.29%નો વધારો થયો છે. ONGC પણ આજે 1.59% વધીને ટ્રેડ કરી રહ્યું છે. એરટેલમાં પણ દોઢ ટકાથી વધુનો ઉછાળો છે.
ગઈકાલે એટલે કે 11મી સપ્ટેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 398 પોઈન્ટના ઘટાડા સાથે 81,523 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 122 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.