શેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી પણ 25000ને પાર
શેરબજારમાં આજે સારી શરૂઆત થઇ છે. આજે બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ વધીને 81,697 પર પહોંચ્યો હતો અને બીજી તરફ નિફ્ટીમાં પણ 94 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. થોડા સમય બાદ સેન્સેક્સ 505.39 પોઈન્ટના વધારા સાથે 81,886.75 પર તો નિફ્ટી 154 પોઇન્ટના ઉછાળા સાથે 25,119 સુધી પહોંચી ગયો હતો.
શેરબજારમાં આજે એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વિપ્રો, ઈન્ફોસિસની સાથે એલએન્ડટીમાં સૌથી વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સિવાય સેન્સેક્સના શેરના અપડેટ પર નજર કરીએ તો, સવારે 9.40 વાગ્યાની આસપાસ L&T, JSW સ્ટીલ, અદાણી પોર્ટ્સ, HDFC બેન્ક, ટેક મહિન્દ્રા અને ઇન્ડસઇન્ડ બેન્કના શેરો લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
જો આપણે NSE શેરના ટ્રેડિંગ પર નજર કરીએ તો, Wipro, BPCL, L&T, JSW સ્ટીલ અને HDFC બેંકના શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે. ક્ષેત્રીય સૂચકાંકોમાં, FMCG અને મીડિયા ક્ષેત્રો સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં વધારો જોવા મળી રહ્યો છે.