રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સરકારે નાક દબાવ્યું: ખેડૂત આંદોલનકારીઓની સંપત્તિ ટાંચમાં લેવાશે

11:31 AM Feb 23, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચુંટણી પહેલા સરકાર સામે ઉભુ થયેલુ કિશાન આંદોલન વધુ ઉગ્ર બને તે પહેલા સરકારે બ્રહ્માસ્ત્ર ઉગામ્યુ છે અને ખેડૂત આગેવાનો તથા આંદોલનકારીઓની મિલકતો ટાંચમાં લઇ બેંક ખાતા સીઝ કરવા કાર્યવાહી આરંભી છે. સરકારી મિલકતોે થયેલ નુકશાનીનું વળતર વસુલવા હરીયાણા સરકારે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.બીજી તરફ ખેડૂતોએ આંદોલનમાં મોતને ભેટેલ ખેડૂતને શ્રધ્ધાંજલી અર્પવા આજે કાળો દિવસ ઉજવ્યો છે.

Advertisement

અંબાલા પોલીસે જાણકારી આપી કે ગજઅ હેઠળ ખેડૂત સંગઠનોના પદાધિકારીઓને નજરબંધ કરવાની તૈયારી શરૂૂ કરી દીધી છે. સાથે જ આંદોલન દરમિયાન સરકારી મિલકતને કરેલા નુકસાનની ભરપાઈ આંદોલનકારીઓના બેન્ક ખાતા સીઝ કરી અને સંપતિ ટાંચમાં લઈ કરવામાં આવશે. જાણકારી મુજબ ભારતીય ખેડૂત યૂનિયન શહીદ ભગતસિંહના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ખેડૂત મજૂર મોર્ચાના સભ્ય અમરજીત સિંહ મોહડીના ઘર પર પોલીસ નોટિસ લગાવવામાં આવી છે. આ નોટિસ એસપી અંબાલા તરફથી જાહેર કરવામાં આવ્યુ છે.

તેમાં લખ્યું છે કે અમરજીત સિંહ મોહડી આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ નોટિસમાં કોર્ટના આદેશોનો હવાલો આપવામાં આવ્યા છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે આંદોલન હવે ઉગ્ર થઈ રહ્યુ છે, ત્યારે પ્રદર્શનકારી સરકારી સંપતિને નુકસાન પહોંચાડી શકે છે.તેથી પરવાનગી વગર આંદોલનમાં ભાગ લેવા પર મોહડીની સંપતિમાંથી ભરપાઈ કરવામાં આવી શકે છે.બીજી તરફ ગઇકાલે ચંદીગઢમાં સંયુક્ત કિસાન મોરચાની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જેમાં દેશભરના અનેક રાજ્યોના ખેડૂત આગેવાનોએ ભાગ લીધો હતો.14 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતો મહાપંચાયત યોજશે.26 ફેબ્રુઆરીએ દેશભરના ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કાઢવાનું નક્કી કર્યું છે.

ખેડૂત નેતા જોગીન્દર સિંહ ઉગ્રહને કહ્યું કે 23 ફેબ્રુઆરીએ ખેડૂતો દેશભરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, હરિયાણાના સીએમ મનોહર લાલ અને ગૃહ પ્રધાન અનિલ વિજના પૂતળા બાળશે.
ખનૌરી બોર્ડર પર પોતાનો જીવ ગુમાવનાર યુવા ખેડૂત શુભકરણ સિંહના મૃત્યુ પર ખેડૂત નેતાઓએ શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ આપી.ખેડૂત આગેવાનોએ કહ્યું કે ખેડૂત સંગઠનો સમગ્ર દેશમાં આક્રોશ અને કાળા દિવસના રૂૂપમાં વિરોધ કરશે.

ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે હરિયાણા પોલીસે પંજાબ બોર્ડર પર કાર્યવાહી કરી છે.તેણે હરિયાણા પોલીસ વિરુદ્ધ કલમ 302 હેઠળ કેસ નોંધવાની માંગ કરી હતી.તેમણે કહ્યું કે આ મામલાની ન્યાયિક તપાસ થવી જોઈએ.તેમણે હરિયાણાના સીએમ અને ગૃહમંત્રી સામે કેસ નોંધવાની પણ માંગ કરી હતી.સંયુક્ત કિસાન મોરચાએ પીડિત પરિવારને 1 કરોડ રૂૂપિયાની આર્થિક સહાયની પણ માંગ કરી છે.

Tags :
Farmers Protestindiaindia newsPolitics
Advertisement
Next Article
Advertisement