For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

UPSCઉમેદવારોના આધાર બેઝ વેરિફિકેશનને સરકારની મંજૂરી

05:10 PM Aug 29, 2024 IST | admin
upscઉમેદવારોના આધાર બેઝ વેરિફિકેશનને સરકારની મંજૂરી

કેન્દ્રના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગનો પરિપત્ર જાહેર

Advertisement

કેન્દ્ર સરકારે બુધવારે પ્રથમ વખત યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની રજિસ્ટ્રેશન સમયે અને પરીક્ષાઓ તેમજ ભરતીના વિવિધ તબક્કાઓ દરમિયાન ઉમેદવારોની ઓળખ ચકાસણી માટે આધાર-બેઝ્ડ ઓથેન્ટિકેશનને મંજૂરી આપી છે. આ પછી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (ઉજ્ઞઙઝ)એ પણ આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

આયોગનો નિર્ણય ગયા મહિને આવ્યો હતો જ્યારે તેમણે પ્રોબેશનરી ઈંઅજ ઓફિસર પૂજા ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ્દ કરી હતી અને તેણીને તેની લાયકાતની બહાર સિવિલ સર્વિસીસ પરીક્ષામાં છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવા બદલ ભવિષ્યની તમામ પરીક્ષાઓમાં હાજર રહેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પૂજા ખેડકર પર અન્ય આરોપો ઉપરાંત વિકલાંગતા અને અન્ય પછાત વર્ગ અથવા ઘઇઈ (નોન-ક્રિમી લેયર) ક્વોટાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

Advertisement

કર્મચારી મંત્રાલયે તેના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, ઞઙજઈને વન ટાઈમ રજિસ્ટ્રેશન પોર્ટલ પર રજિસ્ટ્રેશન સમયે અને પરીક્ષા/ભરતી પરીક્ષાના વિવિધ તબક્કામાં ઉમેદવારોની ઓળખની ચકાસણી માટે સ્વૈચ્છિક ધોરણે આધાર ઓથેન્ટિકેશન કરવાની પરવાનગી આપવામાં આવી છે. જેના માટે હા/ના અથવા/અને ઈ-કેવાયસી ઓથેન્ટિકેશન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે.

નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, આયોગે આધાર અધિનિયમ, 2016ની તમામ જોગવાઈઓ, તેના હેઠળ બનાવેલા નિયમો, વિનિયમો અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, આધાર એ 12 અંકનો નંબર છે જે ઞઈંઉઅઈં દ્વારા તમામ પાત્ર નાગરિકોને બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ડેટાના આધારે જારી કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement