For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મમતા સરકારને રાજ્યપાલનો ઝટકો, અપરાજિતા બિલ અટકાવ્યું

11:13 AM Sep 06, 2024 IST | admin
મમતા સરકારને રાજ્યપાલનો ઝટકો  અપરાજિતા બિલ અટકાવ્યું

ટેક્નિક્લ રિપોર્ટ વગર બિલ મોકલાવ્યાનું કારણ

Advertisement

પશ્ચિમ બંગાળમાં આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર પર રેપ અને હત્યા બાદ થયેલા વિરોધો વચ્ચે મમતા સરકારે અપરાજિતા બિલ વિધાનસભામાં રજૂ કર્યું હતું. અને સર્વાનુમતે પસાર કરીને રાજ્યપાલને મોકલ્યું હતું પરંતુ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોસે કહ્યું કે, મમતા સરકારના લીધે જ કારણે અપરાજિતા બિલ હજુ પેન્ડિંગ છે. મમતા સરકારે બિલની સાથે ટેક્નિકલ રિપોર્ટ મોકલ્યો નથી.

રાજભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ આનંદ બોસ મમતા સરકારના આ વલણથી ખુશ નથી. મમતા સરકારે મહિલાઓને લગતા આ બિલને લઈને કોઈ તૈયારી કરી નથી. મમતા સરકાર ભૂતકાળમાં પણ આવું કરતી રહી છે. અગાઉ પણ પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઘણા બિલોના ટેક્નિકલ રિપોર્ટ રાજભવનને મોકલ્યા નહોતા. જેને પગલે આ બિલો પેન્ડિંગ થયા હતા. પાછળથી મમતા સરકારે આ માટે રાજભવનને જવાબદાર ઠેરવ્યું.

Advertisement

કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની બળાત્કાર-હત્યા બાદ રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મામલે રાજ્યભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો બાદ રાજ્ય સરકારે 3 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું હતું. આ બિલ મુજબ પોલીસે રેપ કેસની તપાસ 21 દિવસમાં પૂરી કરી બળાત્કારીને ફાંસીની સજા આપવાની જોગવાઈ કરાઈ હતી.

વિધાનસભામાં બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલને મોકલવામાં આવ્યું હતું. અહીંથી પસાર થયા બાદ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. અહીંથી મંજૂરીની મહોર મળ્યા બાદ જ આ બિલ કાયદામાં પરિવર્તિત થશે.
રાજ્યપાલ આનંદ બોસે આ બિલને આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશના બિલની નકલ ગણાવી છે. તેમણે કહ્યું કે આવા બિલ પહેલાથી જ રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. લોકોને છેતરવા માટે મમતા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement