રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વસતીને નિયંત્રિત કરવા સરકારનો પ્લાન 2060 તૈયાર

11:07 AM Dec 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

‘સ્વસ્થ બાળક, સ્વસ્થ માતા’ના સૂત્ર સાથે સ્થિર વસતી દર જાળવી રાખવા પ્રયાસ

દેશની વધતી જનસંખ્યાને કાબૂ કરવા સરકાર લોંગ ટર્મ પ્લાન પર કામ કરી રહી છે. સરકાર 2060 સુધી સ્થિર જનસંખ્યાના લક્ષ્ય સુધી પહોંચવા ઈચ્છે છે. સૂત્રો અનુસાર સરકારનું ફોકસ સ્વસ્થ બાળક અને સ્વસ્થ માતા પર છે. દેશમાં આગામી વર્ષમાં જનગણના થશે જે વર્ષ 2026 સુધી ચાલશે. છેલ્લી જનગણના 2011 માં થઈ હતી.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે દેશની જનસંખ્યાનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે, તેને જોઈને સરકાર ખૂબ આશાવાદી છે. કુલ પ્રજનન દર ડેટા દર્શાવે છે કે આપણે 2060 સુધીમાં 1 નો રિપ્લેસમેન્ટ રેશિયો અને સ્થિર વસ્તી મેળવવા જઈ રહ્યા છીએ.

સરકારનું ધ્યાન આગામી ચોથા દશકામાં જનસંખ્યાને સ્થિર કરવા પર છે. પરિવાર નિયોજનના સ્થાને સરકારનું ધ્યાન ‘સ્વસ્થ બાળક અને સ્વસ્થ માતા’ પર છે. સરકારનું ધ્યાન પ્રતિ પરિવાર બે બાળકો, સ્વસ્થ માતા અને યોગ્ય અંતર અને યોગ્ય જાગૃતતાવાળા સ્વસ્થ પરિવાર પર છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી રિપ્લેસમેન્ટ રેશિયોને 1 પર જાળવી રાખવા ઈચ્છે છે, જે ત્યારે જ શક્ય થશે જ્યારે કુલ પ્રજનન દર 2.1 થાય. આગળના વર્ષે દેશમાં 14 વર્ષ બાદ જનગણના થવા જઈ રહી છે. અત્યાર સુધીમાં દર દસ વર્ષમાં થતી જનગણના દશકાની શરૂૂઆતમાં થતી આવી હતી જેમ કે 1991, 2001, 2011માં વસતી ગણતરી થઇ હતી.

આ રીતે જનગણના 2021 માં થવાની હતી, પરંતુ કોવિડ મહામારીના કારણે ટાળવી પડી હતી. આ બાદ હવે જનગણનાનું ચક્ર પણ બદલાશે. હવે 2025 બાદ 2035 અને 2045, 2055માં જનગણના થશે.

Tags :
governmentGovernment NEWSindiaindia newspopulation
Advertisement
Next Article
Advertisement