e-SIM વાપરનારા આઇફોન હેક થવાની સરકારની ચેતવણી
ભારતના મોબાઇલ યુઝર્સ હવે એક નવા પ્રકારનો સામનો કરી રહ્યાં છે. તેમની ઇસીમ ટેક્નોલોજીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ધ ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા આ વિશે લોકોને ચેતવવામાં આવી રહ્યાં છે. આ ડિપાર્ટમેન્ટ હોમ અફેર્સની અંડર કામ કરે છે. I4C દ્વારા દેશના તમામ નાગરિકોને આ સ્કેમથી ચેતવીને રહેવા કહ્યું છે કારણ કે એવા ઘણાં કેસ આવ્યા છે જેમાં એટીએમ કાર્ડ અને યુપીઆઇના એક્સેસ વગર પણ યુઝર્સના બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખવામાં આવ્યાં છે. એક તરફ એપલ આઇફોન 17 સિરીઝ દ્વારા દરેક મોડલ ઇસીમ બનાવવા તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે બીજી તરફ એ જ ટેક્નોલોજીને લઈને સ્કેમ પણ થઈ રહ્યાં છે.
છેતરપિંડી કરનાર ટેલિકોમ કંપનીમાંથી કોલ કરી રહ્યો હોવાનું કહીને જે તે યુઝરને ફોન કરે છે.
તે યુઝરને ઇસીમ એક્ટિવેશન માટે ખોટી લિંક મોકલે છે. આ લિંક તે મેસેજ અથવા તો ઇમેલ દ્વારા મોકલે છે. એક વાર એના પર ક્લિક કર્યા બાદ યુઝરનો ઇસીમ હેક થઈ જાય છે. આથી યુઝરનો ફિઝિકલ સિમ ડિએક્ટિવેટ થઈ જાય છે. એ નંબર ડિએક્ટિવેટ થતાં છેતરપિંડી કરનારના મોબાઇલમાં ઇસીમ શરૂૂ થઈ જાય છે. ઓટીપી મેસેજ અને દરેક ફોન હવે એ છેતરપિંડી કરનાર વ્યક્તિ પર આવે છે. એમાં બેન્ક ઓટીપીનો પણ સમાવેશ થાય છે. એના દ્વારા તે કોઈ પણ ટ્રાન્ઝેક્શન ઓટીપીની મદદથી કરી શકે છે. એક કેસ એવો હતો જેમાં એક મિનિટની અંદર ચાર લાખ રૂૂપિયા બેન્કમાંથી ખાલી કરી નાખવામાં આવ્યા હતા.
ફિઝિકલ સિમને બદલવા માટે વ્યક્તિએ યુઝરના પાસે આવવું પડે છે. જોકે ઇસીમમાં ફક્ત વાતચીતથી એ બદલી શકાય છે. એના માટે કોઈ પણ વ્યક્તિની હાજરી જરૂૂરી નથી. યુઝર માટે આ સરળ છે, પરંતુ એ છેતરપિંડી કરનાર માટે એટલું જ ફાયદાકારક પણ છે.
આઇફોન અને ગૂગલ પિક્સેલ યુઝર સૌથી વધુ ખતરામાં છે. ટૂંકમાં જે મોબાઇલમાં ઇસીમ સપોર્ટ હોય એ સૌથી વધુ ખતરામાં છે. જોકે બેન્ક સાથે મોબાઇલ નંબર એક્ટિવેટ હોય એ તમામ મોબાઇલ નંબર આ સ્કેમનો શિકાર થઈ શકે છે. જોકે તેઓ ઇસીમ સપોર્ટ મોબાઇલ જેટલાં રિસ્કમાં નથી.