ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સરકાર વર્તમાન બેંન્ચથી બચવા માંગે છે: CJI ગવઇ

05:01 PM Nov 04, 2025 IST | admin
Advertisement

દલીલો પૂર્ણ થઇ ગયા બાદ કેસ પાંચ જજોની બંધારણીય બેન્ચને મોકલવાની મોડી રાત્રે સરકારની અરજીથી CJI નારાજ

Advertisement

સુપ્રીમ કોર્ટમાં ટ્રિબ્યુનલ સુધારા (વ્યવસ્થિતકરણ અને સેવા શરતો) અધિનિયમ, 2021ની જોગવાઈઓને પડકારતી અરજીઓ પરની સુનાવણી દરમિયાન એક મોટો ડ્રામા જોવા મળ્યો હતો. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બી.આર. ગવઇ ની અધ્યક્ષતાવાળી બેન્ચે કેન્દ્ર સરકાર દ્વારા મોડી રાત્રે દાખલ કરવામાં આવેલી અરજી પર સખત નારાજગી વ્યક્ત કરી અને એટર્ની જનરલ (AG) આર. વેંકટરામણીને પણ ફટકાર લગાવી હતી.

સોમવારે સુનાવણી દરમિયાન, CJI ગવઇ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે કેન્દ્ર સરકારની એ અરજી પર સખત વલણ અપનાવ્યું, જેમાં કેસને વધુ મોટી પાંચ જજોની બંધારણીય બેન્ચને મોકલવાની માંગ કરવામાં આવી હતી.
બેન્ચે આ બાબતે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે અરજદારો (જેમ કે મદ્રાસ બાર એસોસિયેશન) તરફથી અંતિમ દલીલો પૂર્ણ થઈ ગયા પછી સરકારે આવી અરજી કરવી અપેક્ષિત નહોતી. CJI ગવઇ, જેઓ 23 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે, તેમણે સખત શબ્દોમાં કહ્યું. તમે આખી સુનાવણી પૂર્ણ થયા પછી આવા વાંધાઓ ઉઠાવી શકો નહીં... અમે કેન્દ્ર સરકાર પાસેથી આવી યુક્તિ અપનાવવાની અપેક્ષા રાખતા નથી. ઈઉંઈંએ વધુમાં ઉમેર્યું, એવું લાગે છે કે કેન્દ્ર સરકાર વર્તમાન બેન્ચથી બચવા માંગે છે.

જ્યારે એટર્ની જનરલ વેંકટરામણીએ બેન્ચને તેમની અરજીને ગેરસમજ ન કરવા વિનંતી કરી, ત્યારે ઈઉંઈંએ તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે, અમે તમારી આ અરજીના કહેવા પર આવું નહીં કરીએ. તમે કૃપા કરીને (અરજદારના વરિષ્ઠ વકીલ) અરવિંદ દાતાર દ્વારા આપવામાં આવેલી દલીલોનો જવાબ આપવા સુધી જ સીમિત રહો.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો દલીલોના આધારે તેમને લાગશે કે કેસને મોટી બેન્ચને મોકલવાની જરૂૂર છે, તો તેઓ જાતે જ નિર્ણય લેશે, પરંતુ મોડી રાત્રે આવેલી અરજીના આધારે નહીં. સુનાવણી આગામી શુક્રવારે ચાલુ રહેશે.

Tags :
CJI Gavaigovernmentindiaindia newsSupreme Court
Advertisement
Next Article
Advertisement