For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંકીપોક્સ અંગે WHOની ચેતવણી બાદ ભારત સરકાર એલર્ટ, ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

11:08 AM Aug 19, 2024 IST | admin
મંકીપોક્સ અંગે whoની ચેતવણી બાદ ભારત સરકાર એલર્ટ  ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

વડાપ્રધાન મોદીની સતત નજર, આરોગ્ય વ્યવસ્થાની સમીક્ષા

Advertisement

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ઠઇંઘ)એ કહ્યું છે કે આજકાલ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા મંકીપોક્સ અથવા એમપોક્સ માતાથી ગર્ભમાંના બાળકને પણ થઈ શકે છે. સંગઠને રવિવારે એમપોક્સ સંબંધિત કેટલીક માહિતી પ્રશ્નોત્તરી સ્વરૂૂપે શેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત એમપોક્સની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી.

INDIAએ જણાવ્યું હતું કે એમપોક્સ સામાન્ય રીતે સ્પર્શ, જાતીય સંબંધો અને નજીકના સંપર્કથી થાય છે. આ ઉપરાંત, એમપોક્સ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા સ્પર્શ કરાયેલી કોઈ વસ્તુ અથવા સપાટીને સ્પર્શ કરવાથી પણ તંદુરસ્ત વ્યક્તિને અસર કરી શકે છે. માહિતીમાં જણાવાયું છે કે, ગર્ભાવસ્થા દરમિયાન ચેપ ભ્રૂણ સુધી પણ ફેલાઈ શકે છે. જન્મ સમયે અથવા જન્મ પછી ત્વચાથી ત્વચાના સંપર્કમાં આવવાથી અને શિશુ અથવા બાળકોના માતા પિતા સાથેના નજીકના સંપર્કથી પણ તે ફેલાઈ શકે છે.

Advertisement

ઠઇંઘનું કહેવું છે કે જે વ્યક્તિમાં વાયરસ છે, પરંતુ રોગના કોઈ લક્ષણો નથી, એટલે કે જે સંપૂર્ણપણે સ્વસ્થ દેખાય છે, તેનાથી ચેપ ફેલાવાના કેટલાક અહેવાલો મળ્યા છે, પરંતુ આ વિશે હજુ વધુ અભ્યાસની જરૂૂર છે. ચેપગ્રસ્ત વ્યક્તિઓના શુક્રાણુઓમાં પણ જીવંત એમપોક્સ વાયરસ મળી આવ્યા છે, પરંતુ હજુ એ જાણવામાં આવ્યું નથી કે શુક્રાણુ, યોનિ પ્રવાહી અથવા માતાના દૂધથી ચેપ ફેલાવાનું જોખમ કેટલું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત એમપોક્સની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર વડાપ્રધાનના મુખ્ય સચિવ ડો. પી.કે. મિશ્રાએ દેશમાં એમપોક્સની તૈયારીઓની સ્થિતિ અને સંબંધિત જાહેર આરોગ્ય પગલાંઓની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. ઉચ્ચ સ્તરીય બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી દેશમાં એમપોક્સનો કોઈ કેસ સામે આવ્યો નથી. વર્તમાન મૂલ્યાંકન અનુસાર, સતત પ્રસારણ સાથે મોટા પ્રકોપનું જોખમ ઓછું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 14 ઓગસ્ટે એમપોક્સ રોગચાળાને આંતરરાષ્ટ્રીય સ્તરની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. વિશ્વભરમાં આ વર્ષે એમપોક્સના 15,000થી વધુ કેસો નોંધાયા છે અને 500થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ઠઇંઘનું કહેવું છે કે એમપોક્સમાંથી સાજા થવામાં બેથી ચાર અઠવાડિયાનો સમય લાગી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement