બિહારમાં સરકાર રચવા કવાયત: નીતિશના નેતૃત્વ મામલે અટકળો
જેડીયુ (85) કરતાં ચાર બેઠકો વધુ મળતાં ભાજપ જ કિંગમેકર: સીએમના નિવાસસ્થાને મુલાકાતીઓનો ઘસારો: પક્ષના નેતાએ કહ્યું, નીતિશ સિવાય બીજા નામની કલ્પના પણ કરી શકાય તેમ નથી
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. NDA નીતિશ કુમાર સિવાય બીજા કોઈ મુખ્યમંત્રીની પસંદગી કરશે કે ભાજપ પોતાના પક્ષમાંથી કોઈ નેતાની નિમણૂક કરશે તે અંગે હવે અટકળો જોર પકડ્યું છે. આ અટકળોને મજબૂતી મળી છે કારણ કેBJP (89) NDAમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે, JDU (85) કરતાં વધુ બેઠકો જીતીને.
આ અટકળો વચ્ચે, JDU નેતા શ્યામ રજકનું એક નિવેદન હવે સામે આવ્યું છે. શ્યામ રજકે કહ્યું કે નીતિશ કુમાર સિવાય બીજો કોઈ મુખ્યમંત્રી નહીં હોય. ‘બીજો કોઈ કલ્પના પણ કરી શકાતો નથી,’ JDU નેતાએ કહ્યું, ‘મેં પહેલેથી જ કહ્યું હતું, નીતિશ ફરીથી મુખ્યમંત્રી બનશે. દરમિયાન પ્રચંડ વિજય બાદ, ચૂંટણી પરિણામો જાહેર થયાના બીજા દિવસે, મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાને ગતિવિધિઓ તેજ થઈ ગઈ. જનતા દળ યુનાઇટેડ (JDU )ના કાર્યકારી પ્રમુખ સંજય ઝા અને કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ વહેલી સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન પણ નીતિશ કુમારને મળવા પહોંચ્યા. નવી સરકારના શપથ ગ્રહણ, મંત્રીમંડળ રચના અને અન્ય મુદ્દાઓ પર NDA માં ચર્ચા ચાલી રહી હોવાના અહેવાલ છે.પાસવાને નીતીશ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે, તેમના મુખ્યમંત્રી સાથેના સંબંધો સહજ છે અને તેમણે જ મુખ્યમંત્રી બનવું જોઈએ. જેડીયુના નેતા અને કેન્દ્રીય મંત્રી લલનસિંહે પણ ટકોર કરી હતી કે સીએમની જગ્યા ખાલી નથી.
JDU ના વરિષ્ઠ નેતાઓ વિજય ચૌધરી, શ્યામ રજક અને અન્ય લોકોએ પણ પટનાના અનેય માર્ગ ખાતે મુખ્યમંત્રી નીતિશ કુમારને મળ્યા હતા. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા, કઉંઙ-રામ વિલાસ પાસવાને કહ્યું કે તેઓ NDA ની જીત બદલ મુખ્યમંત્રીનો આભાર માનવા આવ્યા છે. તેમણે કહ્યું કે NDA એ, નીતિશ કુમારના નેતૃત્વમાં, ઐતિહાસિક જીત મેળવી છે. તેથી, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) નું એક પ્રતિનિધિમંડળ તેમને મળવા આવ્યું હતું. ચિરાગ પાસવાને કહ્યું કે નીતિશ કુમારે NDA ના તમામ ઘટક પક્ષોની ભૂમિકાની પ્રશંસા કરી છે.
નવી સરકારની રચના અંગે ભાજપે શું કહ્યું?
ચૂંટણી પરિણામો બાદ, ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે કહ્યું કે પાંચેય પક્ષો પહેલા પોતપોતાના નેતાઓની પસંદગી કરશે. ત્યારબાદ, NDA સાથે બેસીને ગઠબંધનના ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરશે. આ બંધારણીય પ્રક્રિયા છે. ત્યારબાદ શપથ ગ્રહણ સમારોહ થશે.