For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોહમ્મદ શમીને ધમકી આપનારનું IP એડ્રેસ આપવા ગૂગલનો ઇનકાર

10:37 AM May 13, 2025 IST | Bhumika
મોહમ્મદ શમીને ધમકી આપનારનું ip એડ્રેસ આપવા ગૂગલનો ઇનકાર

ગત તા.4ના મારી નાખવાની ધમકી આપતો ઇમેલ કર્યો હતો

Advertisement

ઈમેલ દ્વારા ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને મારી નાખવાની ધમકી આપવાના કેસમાં સાયબર પોલીસની મુશ્કેલીઓ વધી ગઈ છે. વાસ્તવમા સાયબર પોલીસે ગુગલ પાસે ધમકી આપનાર વ્યક્તિનું ઈંઙ સરનામું માંગ્યું હતું. ગુગલે આ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ગુગલે કહ્યું છે કે તેના કેટલાક નિયમો અનુસાર, તે આવું કરી શકતું નથી. ગુગલે આ બાબતો સાયબર પોલીસને લેખિતમાં આપી છે.

4 અને 5 મેના રોજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ઈમેલ આઈડી પર એક પછી એક બે ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. આ વાતનો ખુલાસો મોહમ્મદ શમીના મોટા ભાઈ મોહમ્મદ હસીબ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઈમેલ રાજપૂત સિંધર નામના આઈડી પરથી મોકલવામાં આવ્યા હતા. બેંગ્લોરમાં રહેતા પ્રભાકર નામના વ્યક્તિ ઉપરાંત, તેમાં 1 કરોડ રૂૂપિયાની રકમનો પણ ઉલ્લેખ હતો. ઈમેલ મોકલનાર વ્યક્તિએ લખ્યું હતું કે શમી, અમે તને મારી નાખીશું અને બેગમાં પેક કરીશું.

Advertisement

મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ હસીબે આ અંગે એસપી અમિત કુમાર આનંદને ફરિયાદ કરી. ત્યારબાદ, એસપીના નિર્દેશ પર, સાયબર થાણા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઈટી એક્ટ અને ધમકી હેઠળ એફઆઈઆર નોંધી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે જે આઈડી પરથી શમીને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા તે જ આઈડીનો ઉપયોગ 21 એપ્રિલે બેંગ્લોરની બે કોલેજોમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપવા માટે પણ કરવામાં આવ્યો હતો. આ માહિતી મળતાં જ બેંગ્લોર પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો. તેની મદદથી તપાસ આગળ ધપાવવામાં આવી હતી. એવી શંકા છે કે ધમકી આપનાર વ્યક્તિ દક્ષિણ ભારતનો છે. પોલીસે લોકેશન ટ્રેસ કરવા માટે મેઇલની લિંક કેલિફોર્નિયામાં ગૂગલના મુખ્યાલયને મોકલી હતી. ગૂગલે આ અંગે મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement