For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુગલ પ્લેએ 2200થી વધુ ફ્રોડવાળી લોન એપ્સ હટાવી

06:44 PM Feb 07, 2024 IST | Bhumika
ગુગલ પ્લેએ 2200થી વધુ ફ્રોડવાળી લોન એપ્સ હટાવી

કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં જણાવ્યું કે ગુગલે સપ્ટેમ્બર 2022 અને ઓગસ્ટ 2023ની વચ્ચે પોતાના પ્લે સ્ટોરથી 2200થી વધારે ફ્રોડ વાળી લોન એપ્સને હટાવી દીધી છે. નાણાકીય રાજ્ય મંત્રી ભાગવત કે કરાડે રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં કહ્યું, ફ્રોડ વાળા લોન એપ્સને નિયંત્રિત કરવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

Advertisement

તેમણે કહ્યું કે ખયશઢિં સાથે પ્રાપ્ત જાણકારી અનુસાર એપ્રિલ 2021-જુલાઈ 2022 વખતે ગુગલે લગભગ 3500થી 4000 લોન એપ્સની સમીક્ષા કરી હતી અને 2500થી વધારે લોન એપ્સને પોતાના પ્લે સ્ટોરથી હટાવી દેવામાં આવ્યો હતો. આ રીતે તેમણે કહ્યું સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2023 વખતે 2200થી વધારે લોન એપ્સને ગુગલ પ્લે સ્ટોરથી હટાવી દેવામાં આવી છે. ભારતીય સાઈબર ફ્રોડ સમન્વય કેન્દ્ર, ગૃહ મંત્રલય સતત આધાર પર ડિજિટલ ટ્રાન્ઝેક્શન વાળા એપ્સને સક્રિય રીતે વિશ્ર્લેષણ કરી રહ્યા છે. લોન એપ્સ સહિત સાઈબર ઘટનાઓનો રિપોર્ટ કરવાની સુવિધા આપવા માટે ગૃહ મંત્રાલયે એક રાષ્ટ્રીય સાઈબર ફ્રોડ રિપોર્ટિંગ પોર્ટલની સાથે સાથે એક રાષ્ટ્રીય સાયબર ફ્રોડ હેલ્પલાઈન નંબર પ1930થ પણ લોન્ચ કર્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement