સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% વધારો થશે
નવા વર્ષે કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી આપવાની તૈયારીમાં છે. સરકાર કર્મચારીઓ અને પેન્શનભોગીઓને મોંઘવારી ભથ્થું વધારવા પર વિચાર કરી રહી છે, જેની સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ઓક્ટોબર 2024 સુધી જાહેર ડેટા અનુસાર, જાન્યુઆરી 2025 માં ઉઅમાં 3% વધારો થવાનું અનુમાન છે, કારણ કે આ સમય સુધી AICPI 144.5ના આધારે રહેશે.
જોકે અત્યારે નવેમ્બર અને ડિસેમ્બરનો આંકડાઆમાં જોડાવાનો બાકી છે. જો બંને મહિનાનો આંકડો 145 નજીક પહોંચી જાય છે તો જાન્યુઆરી 2025માં ઉઅ 53% થી વધીને 56% સુધી પહોંચી જશે.મોંઘવારી ભથ્થામાં 3% નું પણ આ વધારો કેન્દ્રીય કર્મચારીઓને પગારમાં સારો વધારો કરી શકે છે. જો ઉઅમાં 3% વધારો આવે છે, તો સરકારી કર્મચારી અને પેન્શનભોગીઓને મળતા રૂૂપિયામાં તફાવત દેખાશે.કેન્દ્રીય કર્મચારીઓના ઉઅ માં વધારો કરવાનો નિર્ણય મુખ્યત્વે AICPIના આધારે લેવામાં આવ્યો છે. છેલ્લા મહિનાના ડેટા દર્શાવે છે કે સરકાર નવા વર્ષમાં ઉઅ 53 ટકાથી વધારીને 56 ટકા કરી શકે છે.
7મા પગાર પંચ હેઠળ, મોંઘવારી ભથ્થાની ગણતરી AICPIના આધારે કરવામાં આવે છે. આ વખતે જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના AICPI ઈન્ડેક્સ ડેટા નક્કી કરશે કે સરકાર ઉઅમાં કેટલો વધારો કરે છે.7મા પગાર પંચ હેઠળ, ડીએ વર્ષમાં બે વખત જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં વધારવામાં આવે છે. આ સુધારો AICPI ઇન્ડેક્સની સરેરાશ પર આધારિત છે. આ વખતે જાન્યુઆરી 2025 નો ડીએ રિવિઝન જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના ક્ધઝ્યુમર પ્રાઈડ ઈન્ડેક્સના ડેટા પર આધારિત હશે. જો કે, કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરવાની ઔપચારિક જાહેરાત માર્ચમાં કરવામાં આવે છે. હોળી પહેલા તેને મુક્ત કરીને સરકાર સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારોની ભેટ આપી શકે છે. વધેલી ડીએ રકમ માર્ચ અથવા એપ્રિલના પગારમાં આવે છે.