અચ્છે દિનની વાપસી: સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઇમ હાઇ
14 મહિના બાદ નિફ્ટી 26,277ની નવી ટોચે, સેન્સેક્સે 86,000નું લેવલ પાર કર્યુ
અમેરિકા સાથે ટ્રેડ ડ્રીલના આશાવાદે શેરમાર્કેટમાં તેજીનો સંચાર, રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુધ્ધ શાંત થતા રોકાણકારો ‘જાગ્યા’
વૈશ્ર્વિક યુધ્ધની પરિસ્થિતિ બાદ થાળે પડી રહી છે અને ભારત- અમેરિકા વચ્ચે ટુંક સમયમાં ટ્રેડ ડીલ થવાના સંકેતોથી શેરબજારમાં ફરી અચ્છે દિનની વાપસી થઇ છે. સેન્સેકસ અને નિફટી બન્ને ઓલ ટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગયા છે. સેન્સેકસે પહેલી વખત 86 હજારની સપાટી કુદાવી છે.
ભારતીય રોકાણકારો માટે આજનો દિવસ સોનાનો દિવસ બની ગયો છે. સ્ટોક માર્કેટનાં ઇતિહાસમા આજે નીફટી અને સેન્સેકસ બન્ને ઓલ ટાઇમ હાઇનો ટાર્ગેટ ફરી હાસલ કર્યો છે. 14 મહીના પહેલા 24 સપ્ટેમ્બરનાં રોજ નીફટીએ 26277 ની સપાટી બનાવી હતી જે આજે નીફટીએ નવો હાઇ લગાવતા શેરબજારમા ઇતિહાસ સર્જાયો હતો.
છેલ્લા એક સપ્તાહથી ભારતીય શેરબજારમા જોરદાર તેજી જોવા મળી રહી છે. રીલાયન્સ , ટીસીએસ , ઇન્ફોસીસ , આઇસીઆઇસીઆઇ બેંક તેમજ અન્ય બેકીંગ શેરોમા ભારે મજબુતી જોવા મળતા ભારતની ઇકિવટી માર્કેટનો આખલો ભાગ્યો છે. આજે પણ શેરબજારમા શરૂઆતનાં પ્રથમ સત્રમા જ નીફટીએ ઓલ ટાઇમ હાઇની સપાટી ઉપરોકત શેરની મજબુતીને આભારે હાસલ કર્યો છે. સાથો સાથ સેન્સેકસે પણ નવી ઉચાઇ ભરી છે. 24 સપ્ટેમ્બરનાં રોજ સેન્સેકસ 85978 ની હાઇ ઉપર ગયો હતો . આ હાઇને તોડીને સેન્સેકસ આજ ઓપનીંગ સેશનમાં જ 86026 સુધી પહોંચ્યો હતો અને નવી ઓલટાઇમ હાઇ સપાટી બનાવી હતી.
અમેરીકામા ફેડ રેટ કટમા કટોતીનાં સમાચાર વહેતા થયા છે અને ડીસેમ્બરમા આ નીર્ણય લેવામા આવે તેવી એક વધુ પ્રબળ શકયતાને લઇને ભારતીય ઇકિવટી માર્કેટ પણ દીવસેને દીવસે સ્ટ્રોંગ બની ગયુ છે . ઉપરાંત ભારત-અમેરીકાની ટ્રેડ વાર્તા પણ મજબુત જોવા મળી રહી છે અને એકાદ મહીનામા પોઝીટીવ નીર્ણયને લઇને ભારતીય માર્કેટમા સતત તેજી જોવા મળી રહી છે. છેલ્લા પાંચ દીવસમા જ સેન્સેકસમા 2000 પોઇન્ટ ઉપરની તેજી જોવા મળી રહી છે . જયારે નીફટીમા પણ 800 પોઇન્ટનો વધારો જોવા મળી રહયો છે.
આજે નીફટીનાં પ0 શેરોમાથી 47 શેરોમા તેજી જોવા મળી છે. એકંદરે કુલ શેરોનાં 1577 શેરોમા તેજી જોવા મળી છે આજે ઇન્ફોસીસ સહીતનાં શેરોમા તેજી જોવા મળી છે. નિષ્ણાંતો માને છે કે આવનાર ટુંક સમયમા સેન્સેકસ 30 હજારની સપાટી ક્રોસ કરી શકે છે.