કર્ણાટક સટ્ટાબાજી કેસમાં 50 કરોડનું સોનું જપ્ત
અગાઉ આ કેસમાં ઇડીએ 103 કરોડની સંપત્તિ કબજે કરી હતી
ઇડીએ ગઇકાલે કર્ણાટકનાં ચિત્રદુર્ગા જિલ્લાના ધારાસભ્ય કે સી વિરેન્દ્ર અને તેમના સાથીઓની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કરવામાં આવી છે.
ઇડીની ટીમે બે લોકરોની તપાસ દરમિયાન 40 કિલો 24 કેરેટ સોનું જપ્ત કર્યુ છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કીંમત 50.33 કરોડ રૂૂપિયા આંકવામાં આવી છે. આ અગાઉ ઇડીએ આ કેસમાં 103 કરોડ રૂૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં સોનાની ઇંટો, રોકડ રકમ, ઘરેણા, બેંક ખાતા અને લક્ઝરી કારો સામેલ છે. અત્યાર સુધી કુલ 150 કરોડ રૂૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે ધારાસભ્ય કે સી વિરેન્દ્ર પોતાના પરિવાર અને મિત્રોની સાથે મળીને કિંગ567 અને રાજા567 જેવી ગેરકાયદે ઓનલાઇન સટ્ટાબાજી વેબસાઇટ ચલાવી રહ્યાં હતાં.