સોનામાં લાલચોળ તેજી, અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ: ચાંદી 1 લાખ નજીક
સોનામાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ તેજી યથાવત રહેતા આજે રાજકોટમાં હાજરમાં 24 કેરેટ ફાઈન કેરેટનો 10 ગ્રામનો ભાવ રૂા. 87,400 પર પહોંચી ગયો છે અને ચાંદી પણ 98,500 પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઈ છે. સોનામાં ધૂંઆધાર તેજી જોવા મળી રહી છે . શેરબજાર અને ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતાના માહોલ વચ્ચે ગોલ્ડ સૌથી વધુ સેફ અસેટ તરીકે ઉભરી રહ્યું છે અને ઝડપથી વધી રહેલા ભાવ તે સાબિત કરે છે. ઘરઆંગણે પણ ઘરેલુ વાયદા બજાર અને રિટેલ બજારમાં સોનું ભારે ઉછાળા સાથે જોવા મળી રહ્યું છે. સોનાની સાથે ચાંદી પણ ચમકી રહી છે.
જો વાયદા બજારની વાત કરીએ તો આજે એપ્રિલ વાયદાનું સોનું 84,000 રૂૂપિયા પાર નીકળી ગયું છે. સોનામાં સતત રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે. MCX પર સોનાએ 84,154 નો નવો રેકોર્ડ બનાવ્યો છે. ગ્લોબલ માર્કેટમાં પણ સોનાએ 2,884 નો રેકોર્ડ બનાવ્યો છે. જો રિટર્નની વાત કરીએ તો 7 દિવસમાં 4%થી વધુની તેજી જોવા મળી છે. એક મહિનામાં લગભગ 8 ટકાથી વધુ જોરદાર તેજી જોવા મળી ચૂકી છે અને એક વર્ષમાં સોનું 33%થી વધુ ઉછાળો જોવા મળ્યો છે.
MCX પર આજે સવારે એપ્રિલ કોન્ટ્રાક્ટનું સોનું લગભગ 400 રૂૂપિયાની તેજી સાથે 84,187 ના ભાવ પર જોવા મળ્યું જ્યારે ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 813 રૂૂપિયાની દમદાર તેજી જોવા મળી અને 84,400 ના લેવલ પર પહોંચી ગયું હતું. મંગળવારે તે 83,586 ના સ્તરે બંધ થયું હતું. આ દરમિયાન માર્ચ કોન્ટ્રાક્ટની ચાંદી 96 રૂૂપિયાની તેજી સાથે 95,805 રૂૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે જોવા મળી જે કાલે 95,709 ના લેવલ પર બંધ થઈ હતી.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1,313 રૂૂપિયા ઉછળીને સીધુ 84,323 રૂૂપિયાના સ્તરે પહોંચી ગયું જે કાલે 83,010 રૂૂપિયાના સ્તરે ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી આજે 1,628 રૂૂપિયા કૂદીને 95,421 રૂૂપિયાના સ્તરે પહોંચી ગઈ જે કાલે 93,793 રૂૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી.