રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સોનું-ચાંદી માલામાલ બનાવશે, શેરબજારમાં જોખમ

11:28 AM Aug 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ ડગમગશે, બેંકો નાદાર થવાની સંભાવના, રોબર્ટ ટી. કિયોસાકીની ભવિષ્યવાણી

વિશ્વભરના શેરબજારોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘણા દેશોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની પણ આવી જ હાલત છે ચીન તેનું ઉદાહરણ છે. જોકે તમારે આવી સ્થિતિમાં શું કરવું ? આર્થિક રીતે મજબૂત રહેવા માટે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ ? શું બેંકમાં પૈસા રાખવાથી સુરક્ષિત અને ફાયદાકારક રહેશે? આ તમામ સવાલોના જવાબ પ્રખ્યાત પુસ્તક રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ ટી. કિયોસાકીએ તેમની નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં વધતા જોખમ વિશે ચેતવણી આપી છે અને ફરી એકવાર સોના, ચાંદી અને બિટકોઈનને ખરાબ સમયમાં સહારો ગણાવ્યો છે.

પ્રખ્યાત લેખક રોબર્ટ ટી. કિયોસાકી અવારનવાર લોકોને સોશિયલ મીડિયા દ્વારા રોકાણ માટે સલાહ આપે છે અને મોટે ભાગે તેમની સલાહ સોના અને ચાંદીમાં રોકાણ કરવાની હોય છે. ફરી એકવાર તેમના સત્તાવાર ટ્વિટર (હવે ડ) એકાઉન્ટ પર એક પોસ્ટમાં તેમણે લોકોને તેમાં રોકાણ કરવા કહ્યું છે. તેમણે પોતાની તાજેતરની પોસ્ટમાં લખ્યું છે કે, મૂડી બજારોમાં ગભરાટ દેખાવા લાગ્યો છે. આનો અર્થ એ છે કે શેર, બોન્ડ અથવા રિયલ એસ્ટેટ બજારો ક્યારે તૂટી રહ્યા છે તે દરેકને ખબર છે.

બેંકોને મૂડીબજાર વિશે ચેતવણી આપતા રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ ટી. કિયોસાકીએ વધુમાં કહ્યું, શા માટે જોખમ લેવું? તમારી મોટાભાગની બચત બેંકિંગ સિસ્ટમમાંથી કેમ ન લો અને સોના, ચાંદી અને બિટકોઈનમાં રોકાણ કરો. કિયોસાકીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, શા માટે નાદારી ચલણ પ્રણાલીનો શિકાર બનશો? હવે સ્માર્ટ બનો અને તમારા કેટલાક પૈસા રિયલ મની… ગોલ્ડ, સિલ્વર અને બિટકોઈનમાં રાખો અને તમારી સંભાળ રાખો.

રોબર્ટ ટી. કિયોસાકીની આ પહેલી પોસ્ટ નથી જેમાં તેણે લોકોને ગોલ્ડ-સિલ્વર અને બિટકોઈનમાં રોકાણ કરવાની સલાહ આપી હોય. હકીકતમાં આ પહેલા પણ અમે ઘણી વખત રોકાણની ટીપ્સ શેર કરતા આવ્યા છીએ.

કિયોસાકી ખાસ કરીને ચાંદી પર તેજી ધરાવે છે. ગયા વર્ષે તેમના દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પર નજર કરીએ તો પ્રખ્યાત લેખકે લોકોને ચાંદીમાં રોકાણ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો તમે ગરીબમાંથી અમીર બનવાના સપના જોતા હોવ તો તક આવી ગઈ છે. ગરીબો માટે અમીર બનવાનો સમય આવી ગયો છે. ચાંદી દ્વારા ધનવાન બનવાનું સપનું પૂરું થઈ શકે છે.

આ સાથે પોતાનો અંદાજ વ્યક્ત કરતા તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ચાંદી 3 થી 5 વર્ષ સુધી 20 ડોલર પર રહેશે અને આવનારા સમયમાં તે 100 થી વધીને 500 થશે. રિચ ડેડ પુઅર ડેડના લેખકે કહ્યું કે, દરેક વ્યક્તિ તેને ખરીદી શકે છે ગરીબ પણ ચાંદી ખરીદી શકે છે. તેથી અત્યારે ચાંદીમાં રોકાણ કરો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. તો આની સાથે ગતિ જાળવી રાખીને ચાંદીના ભાવ પણ નવા શિખરે પહોંચ્યા છે.

બેંકો વિશે પણ આપી મોટી ચેતવણી
શેરબજાર ઉપરાંત તેણે પોતાની પોસ્ટમાં બેંકો વિશે પણ લખ્યું છે. રોબર્ટ કિયોસાકીના કહેવા પ્રમાણે, બેંકોમાં ગભરાટ અદ્રશ્ય મોડમાં થાય છે. મતલબ કે મોટાભાગના લોકોને ખબર પણ નથી હોતી કે, તેમની બેંક ક્યારે નાદાર થઈ ગઈ છે. આ માટે અમેરિકામાં ઋઉઈંઈ વીમો છે જે ખાતરી કરે છે કે જો તમારી બેંક નાદાર થઈ જાય તો તમારી 250,000 સુધીની બચત સુરક્ષિત છે. તેમણે કહ્યું કે, આ બધા વચ્ચે શા માટે જોખમ લેવું?

Tags :
Gold-silver PRICEindiaindia newsstock market
Advertisement
Next Article
Advertisement