સોનું-ચાંદી-જમીન નહીં ઈક્વિટીએ કર્યા માલામાલ
ભારતમાં છેલ્લા 25 વર્ષમાં શેરબજારે સરેરાશ 15 ટકા વળતર આપ્યું, સોનું 11 ટકા સાથે બીજા નંબરે, રિયલ એસ્ટેટમાં 7 ટકા વળતર
ભારતીય રોકાણકારોએ પ્રોપર્ટી અને સોના કરતાં શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો મેળવ્યો છે. ઇક્વિટી રોકાણકારોએ છેલ્લા 25 વર્ષમાં કોઈપણ 5-વર્ષના સમયગાળામાં સૌથી વધુ વળતર મેળવ્યું છે. અમેરિકન ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની મોર્ગન સ્ટેનલીના અભ્યાસ મુજબ, છેલ્લા એક દાયકામાં ભારતીય પરિવારોની સંપત્તિમાં લગભગ 717 લાખ કરોડ રૂૂપિયાનો વધારો થયો છે, જેમાંથી લગભગ 11 ટકા ઈક્વિટીમાંથી આવક છે.
જો વિવિધ રોકાણ વિકલ્પોમાંથી ઇક્વિટી રોકાણ પરના વળતરની તુલના કરવામાં આવે તો અહેવાલ મુજબ ઇક્વિટીએ 25 વર્ષના સમયગાળામાં 15 ટકા ઈઅૠછ નું વળતર આપ્યું છે.
જ્યારે સોનામાં 11.1 ટકા, બેંક એફડીમાં 7.3 ટકા અને દેશના સાત મોટા શહેરોમાં રિયલ એસ્ટેટના મૂલ્યમાં માત્ર 7 ટકાનો વધારો થયો છે.આ સિવાય રિપોર્ટમાં રોકાણ સંબંધિત ઘણા રસપ્રદ દાવા કરવામાં આવ્યા છે, જે મુજબ ભારતીય પરિવારોએ 10 વર્ષમાં શેરબજારમાંથી લગભગ 84 લાખ કરોડ રૂૂપિયાની કમાણી કરી છે, જેના માટે તેઓએ માત્ર 3 ટકાનું રોકાણ કર્યું છે. નવી કંપનીઓના સ્થાપકો સહિત ભારતીય પરિવારોએ 10 વર્ષમાં 819 લાખ કરોડ રૂૂપિયાની કમાણી કરી છે. ઇક્વિટી શેર્સમાંથી આવકનો હિસ્સો આશરે રૂૂ. 1 લાખ કરોડ એટલે કે 20 ટકા હતો એટલે કે પ્રમોટરોએ પણ લગભગ રૂૂ. 84 લાખ કરોડની કમાણી કરી હતી. આ વળતર મેળવવા માટે ઇક્વિટી રોકાણકારોને 30.7 ટકાની ઊંચી અસ્થિરતાનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સોનામાં 11.3 ટકા અને બેન્ક એફડીમાં 1.6 ટકા હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇક્વિટીમાં ભારતીયોનું રોકાણ ટૂંક સમયમાં 10 ટકા સુધી પહોંચી શકે છે.
મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 વર્ષમાં ભારતીય શેરોમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 8 ટકાથી વધીને 23.4 ટકા થયો છે. 2013માં આ હિસ્સો 15.7 ટકા હતો અને 2018માં તે 20 ટકા હતો. તાજેતરના વર્ષોમાં શેરબજારમાં સામાન્ય ભારતીયોની ભાગીદારી ઝડપથી વધી છે. દેશની તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 10 વર્ષમાં 4.5 ગણી વધી છે. માર્ચ 2014 સુધીમાં તેમની કુલ માર્કેટ કેપ રૂૂ. 101 લાખ કરોડ હતી. જે હવે વધીને લગભગ 437 લાખ કરોડ રૂૂપિયા થઈ ગઈ છે. આ હિસાબે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે. વિશ્વભરની કંપનીઓના માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો વધીને 4.3 ટકા થઈ ગયો છે. જે 2013માં 1.6 ટકાના નીચા સ્તરે હતું. માર્કેટમાં ટ્રાન્ઝેક્શન વધવાને કારણે દેશમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કલેક્શન પણ ઝડપથી વધી રહ્યું છે.