સોનામાં આગ ઝરતી તેજી; રાજકોટમાં સોનું પહોંચ્યું 1,16,000ની નવી સપાટીએ
જીએસટી કટ બાદ શેર બજારમાં નરમાઈ, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યા
જીએસટી કટ બાદ શેર બજારમાં મંદી જોવા મળી પરંતુ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે આજે રાજકોટમાં સોનું 1,16,000 ની કિંમત ઉપર પહોંચ્યું છે. આજે સવારથી સોનાની માર્કેટમાં તેજી જોવા મળી હતી અને સવારના સત્રમાં પ્રતિ 10 ગ્રામ 700 રૂૂપિયાનો વધારો થયો હતો જ્યારે ચાંદીમાં ₹1300 નો વધારો જોવા મળ્યો હતો પરંતુ બપોર બાદ ફરી એક વખત સોનામાં ઉછાળો આવ્યો હતો અને હાલ 1700 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામે વધારો નોંધાયો છે જ્યારે ચાંદીમાં 2200 રૂૂપિયા નો વધારો નોંધાતા માર્કેટમાં ભારે તેજી જોવા મળી છે.
રાજકોટમાં સોનાનો ભાવ સવારે 1,15,000 હતો જે આમ બીને એક લાખ સોળ હજાર સુધી પહોંચ્યો છે. તહેવારોના દિવસો હોય તેમ જ સોનામાં શુભ ખરીદારીના અવસરો પણ નજીક આવી રહ્યા છે.ત્યારે સોનાની ડિમાન્ડમાં ભાડે ઉછાળો જોવા મળતા ભાવ વધ્યો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.
જીએસટીમાં સરકારે ભારે ઘટાડ્યો કર્યા બાદ પણ શેરબજારમાં તેની નેગેટિવ અસર જોવા મળી હતી આજે શરૂૂઆતમાં જ શેરબજારમાં 600 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો અને નિફટી પણ 180 પોઈન્ટ નીચે સરકી ગઈ હતી. આઇ.ટી. શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
અત્યારે બપોરના ત્રણ વાગ્યે શેર બજારમાં સેન્સેક્સ 500 પોઈન્ટ નીતિ 133 પોઇન્ટ નીચે જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પણ પોઝિટિવ વલણ સાથે ખુલ્યા બાદ અત્યારે 200 પોઇન્ટ નીચે ટ્રેડ કરી રહી છે. મિડકેપ 100 માં પણ 450 પોઇન્ટ નો કડાકો જોવા મળ્યો છે. જોકે જીએસટી કટ ને કારણે આજે ઓટો અને ફોર વ્હીલર કંપનીમાં થોડી ખરીદી જોવા મળી તો ઉપરાંત અદાણી જૂથના શેરોમાં પણ આજે ખરીદી હોવાને કારણે માર્કેટને થોડો ટેકો મળ્યો હતો.