સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા, 70,000ની નજીક પહોંચ્યું 10 ગ્રામ સોનું
સોનાના ભાવને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા થોડા સમયથી સોનાના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે. ત્યારે આજે સોનામાં અત્યાર સુધીનો સોનાનો સૌથી ઊંચો ભાવ નોંધાયો છે. MCX માં પ્રથમ વખત સોનાનો ભાવ 68,800 ને પાર પહોંચ્યો છે.
સોનાની કિંમત આજે સ્થાનિક બજારમાં નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાની કિંમત $2,200 પ્રતિ ઔંસની ઉપર છે. આ પહેલા બુધવારે બુલિયન માર્કેટમાં સોનું 65689 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે બંધ થયું હતું.
બુધવારના ટ્રેડિંગ સેશનમાં સોનાની કિંમતમાં 70 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો હતો, જેના કારણે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 66,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 66,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 150 વધીને રૂ. 76,650 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો. પાછલા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 77,500 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો.જોકે આજે સવારે અમદાવાદમાં સોનાનો ભાવ 68850 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાયો હતો.