2026માં સોનું ઘટીને 3500 ડોલરની સપાટીએ પહોંચવાની સંભાવના
યુધ્ધ રોકવાના પ્રયાસો, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ખરીદીમાં ઘટાડો તેમજ સ્થાનિક માર્કેટમાં નબળા સંકેતો વચ્ચે સોનું દિવાળી પછી 14000 અને ચાંદી 30000 રૂપિયા ઘટયા છે અને સોનામા હજુ મોટા ઘટાડા થઇ શકે છે
જો કે બેંક ઓફ અમેરિકા સોનામાં 2026ના અંત સુધીમાં 5000 ડોલરની સપાટી જુએ છે
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનુ 4387 ડોલરની ઉચ્ચતમ સપાટીએથી સોનું હાલ 3950 ડોલર સુધી આવી ગયું છે અને હવે 3500 ડોલર સુધી આવી શકે છે. તેવા એક રિપોર્ટ ઉભરી રહ્યા છે. આવનારા એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને જીયો પોલીટીકલ બાબતો ઉપર સોનાની ચાલનો મદાર રહેશે. હાલ વિશ્વમાં યુધ્ધ જયા સુધી ચાલી રહ્યા છે ત્યારે શાંતીના પ્રયાસો થઇ રહ્યા છે. દિવાળી પછી સોનાની ડીમાન્ડ પણ ઘટી છે.
બેંકો દ્વારા સોનાની ખરીદીમાં પણ આંશિક ઘટાડો થયો છે. ભારત જેવા દેશોમાં ડીસેમ્બર 14 પછી લગ્નના દિવસો ઓછા છે એટલે ઘરેલું બજારમાં સોનાની ખરીદીમાં ઘટાડો નોંધાય શકે છે. અમેરિકી નિષ્ણાંતો સોનાનું નીચલુ સ્તર 3465 ડોલરનું જોઇ રહ્યા છે. જો કે કેટલાક પરિબળો આ માળખાની પુષ્ટી પણ કરે છે. આ ઉપરાંત ફેડરલ રિઝર્વ શીફટીંગ પોલીસીનું વલણ સૌથી મોટું ફેકટર સાબીત થવા જઇ રહ્યું છે. જે સોનાના ભાવ નક્કી કરી શકે છે. અમેરીકામાં હજુ પણ 25 પોઇન્ટનો રેટ કટ આવી શકે છે. પરંતુ વ્હાઇટ હાઉસ અને ટ્રેડ વચ્ચે ચાલતા શીત યુધ્ધને કારણે સોનાનું ભવિષ્ય પણ બેલેન્સ રહી શકતુ નથી. પરંતુ આ બધા ફેકટરની વચ્ચે સોનાનો ભાવ 3500 ડોલર સુધી આવી શકે છે.
જો કે આ બધાની વચ્ચે સોનામાં રોકાણ કરનારા લોકો માટે પોઝીટીવ ન્યુઝ પણ છે કે 2026 સુધીમાં સોનુ 5000 ડોલર સુધી પણ પહોંચી શકે છે. બેંક ઓફ અમેરીકા તો જણાવે છે કે સોનુ 4350 ડોલર ઉપર ગયું એ તો ટ્રેલર હતું અને 2026ની સાલમાન સોનુ 5000 ડોલર સુધી પણ પહોંચી શકે છે. જો કે બેંક ઓફ અમેરીકાના રીસર્ચર માઇકલ વીડમેર જણાવે છે કે સોનુ 3800 ડોલરની સપાટી પણ જોઇ શકે છે. પરંતુ ત્યાનથી ફરી એક મોટી રેલીની શરૂઆત થઇ શકે છે જે 2026ના અંત સુધીમાં 5000 ડોલર સુધી જઇ શકે છે.
બેંક ઓફ અમેરિકા માને છે કે સોનાની ખરીદી વધુ જરૂરી થઇ છે પરંતુ ઇકવીટી અને ફીકસ્ડ ઇન્કમ માર્કેટની સરખામણીમાં હજુ 5 ટકા રોકાણ સોનામાં જોવા મળ્યું છે. બેંક માને છે કે લોકો હજુ પણ 60 ટકા રોકાણ ઇકવીટી 20 ટકા બોન્ડમાં અને 20 ટકા રોકાણમાન સોનામાં થશે.
અન્ય રીસર્ચરોો માને છે કે સોનુ 5000 ડોલર પહોંચવા માટે માત્ર 12 મહીનાની જરૂર પડી શકે છે. એટલે કે આવતી દિવાળી આસપાસ સોનુ 5000 ડોલરની આસપાસ પહોંચી શકે છે. જો એવું થશે તો ભારતમાં સોનાનો ભાવ આવતી દિવાળીએ 1,50,000ને પાર કરી જશે. ચાલુ વર્ષમાં સોનુ 3700 ડોલરથી 4380 ડોલર માત્ર 90 દિવસમાં પહોંચ્યું હતું. જો કે આ પ્રકારની રેલી ફરી જોવા મળે તો સોનાને 5000 ડોલરની સપાટી પહોંચતા 12 મહીનાની પણ ઓછો સમય લાગી શકે છે.