રેકોર્ડ બ્રેક કિંમતો વચ્ચે સોનાની આયાતમાં 200 ટકાનો વધારો
ચાંદીનું ઇમ્પોર્ટ પણ 6 ટકા વધ્યું, ઓકટોબરમાં 14.72 અબજ ડોલરનું સોનું આવ્યું
ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.18
ઓક્ટોબર 2025 માં સોનાના વધતા વૈશ્વિક ભાવ વચ્ચે ભારતની સોનાની આયાતમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. સરકારી આંકડા અનુસાર દેશની સોનાની આયાતમાં 200 ટકાનો વધારો નોંધાયો છે. ઓક્ટોબર 2025 માં, ભારતે 14.72 અબજ ડોલરનું સોનું આયાત કર્યું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં ઼4.92 અબજ ડોલર હતું. સોના અને ચાંદીની વધતી આયાતને કારણે દેશનું કુલ આયાત મૂલ્ય પણ વધ્યું. 17 ઓક્ટોબરના રોજ સોનું પ્રતિ 10 ગ્રામ રૂૂ.130,874 ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યું, જ્યારે 14 ઓક્ટોબરના રોજ ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂૂ.178,100 ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા.
સોમવારે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે ઓક્ટોબરમાં ભારતની વેપારી નિકાસ 11.8 ટકા ઘટીને ઼34.38 અબજ ડોલર થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ઼38.98 અબજ ડોલર હતી. દરમિયાન, આયાત 16.63 ટકા વધીને ઼76.06 અબજ ડોલર થઈ છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ઼65.21 અબજ ડોલર હતી. આમ, વેપાર ખાધ 41.68 બિલિયન રહી. કુલ નિકાસ (માલ અને સેવાઓ) 72.89 બિલિયન રહી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 73.39 બિલિયન હતી.
માંસ, ડેરી અને મરઘાં ઉત્પાદનોની નિકાસ 3.0 ટકા વધી. દરમિયાન, એપ્રિલ-ઓક્ટોબર 2025 દરમિયાન માલ અને સેવાઓની નિકાસ 491.80 બિલિયન યુએસ ડોલર રહી, જે એપ્રિલ-ઓક્ટોબર 2024માં 469.11 બિલિયન યુએસ ડોલર હતી.
સરકારે સોમવારે આગામી વર્ષના એપ્રિલ સુધી ચોક્કસ પ્રકારના પ્લેટિનમ જ્વેલરીની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. સરકારે આગામી 31 માર્ચ સુધી ચોક્કસ ચાંદીના દાગીનાની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો.
યુએસ ટેરિફ વચ્ચે, ભારતની વિવિધ ચીજવસ્તુઓની નિકાસ ઓક્ટોબરમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં 11.8% ઘટીને 34.38 બિલિયન થઈ. સોમવારે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, આયાત 16.63% વધીને 76.06 બિલિયન થઈ, જેના કારણે 41.68 બિલિયનની રેકોર્ડ વેપાર ખાધ થઈ. આયાતના આંકડામાં વધારો કરવામાં સોના અને ચાંદીનો નોંધપાત્ર ફાળો હતો. ઓક્ટોબરમાં સોનાની આયાત લગભગ 200% વધીને 14.72 બિલિયન થઈ. ચાંદીની આયાત કુલ 2.71 બિલિયન થઈ, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં 528.71% વધારે છે.
FIEOના પ્રમુખ એસ.સી. રાલ્હને કહ્યું, નિકાસ પર દબાણ વૈશ્વિક આર્થિક મંદીનું પ્રતિબિબ પાડે છે. ઘણા મુખ્ય બજારોમાં માંગ ઓછી છે અને ભાવમાં સતત વધઘટ છે. સહાયક પગલાં વધારવા જોઈએ, અને વિવિધ યોજનાઓ હેઠળ લાભો નિકાસકારોને ટૂંક સમયમાં જાહેર કરવા જોઈએ.
બીટકોઇન 91500થી નીચે ગગડતાં હાહાકાર
વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બીટકોઇન હાલમાં ફ્રી ફોલની સ્થિતિમાં છે. સોમવારે તેની કિંમત ગગડીને 91,500 (અંદાજે ₹76 લાખ) થી નીચે જતી રહી, જેના કારણે વર્ષ 2025માં થયેલો તેનો તમામ વધારો ધોવાઈ ગયો છે. આ ભારે વેચવાલીના પગલે ટ્રેડર્સ હવે વધુ નુકસાન માટે પોઝિશન લઈ રહ્યા છે.બજારમાં સકારાત્મકતાનો માહોલ ઝડપથી નકારાત્મકતામાં ફેરવાઈ ગયો છે. ડીરિબિટના ડેટા મુજબ, ઓપ્શન્સ માર્કેટમાં ટ્રેડર્સ 90,000, 85,000 અને ખાસ કરીને 80,000 (અંદાજે ₹66.50 લાખ) ના સ્તરે ભાવ ગગડવાના ડરથી ડાઉનસાઇડ પ્રોટેક્શનની માંગ કરી રહ્યા છે. માર્કેટના આ ઘટાડાથી ખાસ કરીને ડિજિટલ-એસેટ ટ્રેઝરીઝ તરીકે ઓળખાતી કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. આ એવી કંપનીઓ છે જેમણે સ્ટોક માર્કેટમાં ક્રિપ્ટો-હોર્ડિંગ બેટ્સ બનવાના પ્રયાસમાં વર્ષની શરૂૂઆતમાં મોટી માત્રામાં ક્રિપ્ટોકરન્સીનો સંગ્રહ કર્યો હતો.