સોનામાં રૂા.1800 અને ચાંદીમાં 3300 રૂા.તૂટયા
યુ.એસ. ફ્ેડ રેટ કટ થવાની ઓછી સંભાવના અને વૈશ્ર્વિક ડીમાન્ડમાં મોટો ઘટાડો નોંધાતા સોના-ચાંદીના ભાવમાં પડયા ગાબડા
વિશ્ર્વભરમાં સોનાની ડીમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળતા સોનાના ભાવમાં આજે પણ ગાબડા પડયા છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.
આજે માર્કેટ ખુલતાની સાથે જ સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. યુ.એસ. ટ્રેડ રેટમાં વધુ ઘટાડો થવાની હાલ શકયતા નહીવત હોવાને કારણે સોનાના ભાવમાં મંદી જોવા મળી રહી છે. ઓકટોબરમાં ભારતની જવેલરી નિકાશમાં પણ ઘટાડો નોંધાયો છે. ત્યારે હજુ હાલ બે મહીના ભારતની બજારમાં સોનાની ખપત ઓછી જોવા મળશે. ડીસેમ્બર 14થી જાન્યુઆરી 14 સુધી કમુરતા હોવાને કારણે લગ્નની સીઝન આવતી નથી જેથી કરીને હજુ બે ત્રણ મહીના સુધી ભારતમાં સોનાની ડીમાન્ડમાં ઘટાડો થાય તેવી શકયતા છે.
આજે સવારે એમસીએકસમાં સોનાનો ભાવ ઘટીને 1,21,300 જોવા મળી રહ્યો છે. જયારે રાજકોટની બજારમાં હાજર ભાવ 124950 સુધી પહોંચી ગયો છે. એટલે આજે સોનામાં 1800 રૂા.નો ઘટાડો નોંધાયો છે.
સોનાની સાથે સાથે ચાંદીમાં પણ ગાબડા પડયા છે. આજે ચાંદીમાં વધુ 3500 રૂા. તુટયા હતા. આજે એમસીએકસમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો 152000 જોવા મળ્યો હતો. જયારે રાજકોટની બજારમાં ચાંદીનો ભાવ 155030 જોવા મળ્યો હતો. એટલે કે આજે ચાંદીમાં 3300 રૂા.નો ઘટાડો નોંધાયો છે. જો કે મોટા ભાગની એજન્સી માની રહી છે કે 2026ના મધ્યમાં સોનાનો ભાવ ફરી 4500 ડોલર સુધી અને 2026ના ડીસેમ્બર સુધીમાં 4900 ડોલર સુધી પણ પહોંચી શકે છે.