સોનામાં રૂા.500 અને ચાંદીમાં 1000નો ઘટાડો
આજે ઉઘડતી બજારે સોના-ચાંદીમા ઘટાડો જોવા મળ્યો હતો . આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ પ્રોફીટ બુકીંગ જોવા મળ્યુ હતુ જેના પગલે સોનામા રૂ. 500 નો અને ચાંદીમા લગભગ 1000 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
ડોલરની વર્તમાન બજાર અને પ્રોફીટ બુકીંગ જોવા મળતા સોનાનો ભાવ 1,07,150 આસપાસ જોવા મળ્યો હતો જયારે ચાંદીનો ભાવ 1,24,050 પ્રતિ કિલો જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી હતી.
અને સોના-ચાંદીનો ભાવ પણ ઓલ ટાઇમ હાઇ જોવા મળ્યો હતો.જો કે ઇન્વેસ્ટોરની આશા હવે ગુરૂવારે અમેરિકાનાં ફુગાવાનાં આંકડા તેના પર છે અને તેની અસર યુ.એસ ટ્રેડ રેટ કટ ઉપર જોવા મળી શકે છે.
નિષ્ણાંતોના મત અનુસાર ચાંદીનો ભાવ 1,23,500 સુધી જઇ શકે તેમ છે. સોનામા પણ આંશિક ઘટાડો જોવા મળી શકે છે જોકે ઓકટોબરમાં સોનાનો ભાવ 1,08,000 ને પાર જવાની શકયતા પણ છે. કારણ કે બેંક ઓફ ચાઇના છેલ્લા 10 મહિનાથી સોનાની ખરીદી કરી રહી છે.
દરમિયાન શેર બજારમાં આજે પોઝીટીવ ટોન જોવા મળી રહયો છે. સેન્સેકસ 260 પોઇન્ટ ઉપર છે જયારે નીફટી 85 પોઇંટ ઉપર જોવા મળી રહયો છે. જીએસટી સ્લેબના બદલાવ બાદ ઓટો શેરમા જોરદાર તેજી જોવા મળી રહી છે.