સોનામાં ચકચકાટ તેજીનો દોર યથાવત, 68000નો નવો હાઇ બનાવ્યો
- એક દિવસમાં સોનામાં 10 ગ્રામે 680નો વધારો, ચાંદીમાં પણ તેજીને લીધે કિ.ગ્રા.ના ભાવ 72500ને પાર
સોનું આજે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. આજે સોનાના ભાવમાં 10 ગ્રામે રૂા.680 વધતા રાજકોટમાં 24 કેરેટે શુધ્ધ સોનાનો ભાવ 68000 પહોચી ગયો છે. અગાઉ 7 માર્ચે સોનું પહેલીવાર રૂૂ. 65 હજારને પાર થયું હતું.સાથે જ આજે ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે. તે રૂૂ. 274 મોંઘી થઈને રૂૂ. 72,539 પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. આ પહેલાં ગઈકાલે ચાંદીનો ભાવ 72,265 રૂૂપિયા હતો. ચાંદીએ ગયા વર્ષે એટલે કે 4 ડિસેમ્બર 2023ના રોજ રૂૂ.77,073ની ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી.
માર્ચ મહિનામાં અત્યાર સુધી સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. મહિનાની શરૂૂઆતમાં એટલે કે 1 માર્ચે સોનું 62,592 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે 11 માર્ચે ઘટીને 65,635 રૂૂપિયા થઈ ગયું હતું. એટલે કે માત્ર 11 દિવસમાં તેની કિંમત 3,043 રૂૂપિયા વધી ગઈ છે. તેમજ, ચાંદી પણ રૂૂ. 69,977 પ્રતિ કિલોગ્રામથી વધીને રૂૂ. 72,539 પર પહોંચી ગઈ છે.માર્કેટ એક્સપર્ટના મતે સોનાના ભાવમાં વધારો આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે. આ કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 70 હજાર રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. સાથે જ ચાંદી પણ 75 હજાર રૂૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.
વર્ષ 2023ની શરૂૂઆતમાં સોનું 54,867 રૂૂપિયા પ્રતિ ગ્રામ હતું, જે 31 ડિસેમ્બરના રોજ 63,246 રૂૂપિયા પ્રતિ ગ્રામે પહોંચ્યું હતું. એટલે કે વર્ષ 2023માં તેની કિંમત રૂૂ. 8,379 (16%) વધી. તેમજ, ચાંદી પણ રૂૂ. 68,092થી વધીને રૂૂ. 73,395 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.