રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધનતેરસ પહેલાં સોનું ઐતિહાસિક ટોચે, જાણો કેટલું થયું મોંઘુ

01:42 PM Oct 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ધનતેરસના 10 દિવસ પહેલા સોનાના ભાવમાં આગ લાગી છે. શુક્રવારે માત્ર દિલ્હીના બુલિયન માર્કેટમાં જ નહીં પરંતુ મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં પણ સોનાના ભાવમાં આગ લાગી હતી. છેલ્લા એક મહિનામાં સોનાની કિંમતમાં 4,100 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે ભૌગોલિક-રાજકીય તણાવ અને તહેવારોની સિઝનમાં સોનાની માંગમાં વધારાને કારણે સોનાની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતોનું માનીએ તો આગામી દિવસોમાં સોનાની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે. ધનતેરસના દિવસે MCX પર સોનાની કિંમત 80 હજાર રૂપિયાની નજીક પહોંચી શકે છે. ચાલો તમને એ પણ જણાવીએ કે દેશની રાજધાની દિલ્હી સિવાય મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર શું કિંમતો છે?

દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં શુક્રવારે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમત 77,839 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળી હતી. મોડી રાત્રે બજાર બંધ થયું ત્યારે સોનાનો ભાવ 77,749 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો. જોકે, સવારે સોનાનો ભાવ 77,249 રૂપિયા જોવા મળ્યો હતો. શુક્રવારે સોનાની કિંમત 600 રૂપિયાથી વધુના વધારા સાથે બંધ થઈ હતી. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં સોનાની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર છેલ્લા એક મહિનામાં સોનાની કિંમતમાં જબરદસ્ત વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં સોનાની કિંમતમાં 5.61 ટકાનો વધારો જોવા મળ્યો છે. મતલબ કે સોનાની કિંમતમાં 4,132નો વધારો જોવા મળ્યો છે. 18 સપ્ટેમ્બરે સોનાનો ભાવ 73,707 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. જ્યારે 18 ઓક્ટોબરે સોનાની કિંમત 77,839 રૂપિયા પ્રતિ દસ ગ્રામની લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી. જાણકારોનું માનીએ તો આગામી દિવસોમાં એટલે કે ધનતેરસ સુધીમાં સોનાની કિંમત 80 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે.

ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર તહેવારો દરમિયાન મજબૂત માંગને કારણે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 550 વધીને રૂ. 79,900 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 79,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સતત ત્રીજા દિવસે 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું રૂ. 550 વધીને રૂ. 79,500 પ્રતિ 10 ગ્રામની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. પાછલા સત્રમાં તે 78,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો. દરમિયાન, ચાંદી રૂ. 1,000ના ઉછાળા સાથે રૂ. 94,500 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. ગુરુવારે ચાંદી 93,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહી હતી.

બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન ગ્રાહકો દ્વારા ખરીદીમાં વધારો થવાથી સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને આગામી યુએસ પ્રમુખપદની ચૂંટણીને કારણે અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે વિચારી રહ્યા છે. નિષ્ણાંતના જણાવ્યા અનુસાર અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા સુરક્ષિત રોકાણની માંગને કારણે સોનાના બજાર અને સ્થાનિક મોરચે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. આ ઉપરાંત, યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાથી પણ આમાં મદદ મળી.

Tags :
dhanterasDhanteras 2024goldgold priceindiaindia news
Advertisement
Next Article
Advertisement