બજેટ પૂર્વે સોના-શેરબજારમાં તેજી: સોનું 85300ની નવી ટોચે
2025ના વર્ષનું બજેટ રજુ થાય તે પૂર્વે શેરબજારમા સપાટ ખુલ્યા બાદ ભારે તેજી જોવા મળી હતી. આ વખતના પુર્ણ બજેટમા મધ્યમ વર્ગ માટે અનેક રાહતો અપાશે તેવી આશાએ શેરબજારમા ભારે લેવાલી જોવા મળી હતી. આજે સવારે સોનુ 400થી વધુ પોઇન્ટ ઉછળીને 85300 આજુબાજુ ખુલ્યુ હતુ. આ સાથે જ સોનુ 24 કેરેટ 85300ની નવી સપાટીએ પહોંચ્યુ હતુ. પરંતુ 11 વાગ્યે બજેટ સ્પીચ લોકસભામા રજુ થાય તે પુર્વે સેન્સેકસમા 1000 થી વધુ અંકનો ઉછાળો જોવા મળ્યો હતો.
નાણામંત્રી નિર્મલા સિતારમણ પોતાના કાર્યકાળનું આઠમુ બજેટ રજુ કરે તે પહેલા શેરબજાર અને સામાન્ય માણસોને બજેટમા ઘણી રાહતોની અપેક્ષાઓ છે. તેના પગલે આજે શેરબજારમા વધારો જોવા મળ્યો હતો. બજેટ વીક શરૂ થયુ ત્યારથી સેન્સેકસમા મોટો વધારો ઘટાડો જોવા મળ્યો ન હતો પરંતુ આજે સેન્સેકસ સવારે પ0 પોઇન્ટ વધીને ખુલ્યો હતો અને નિફટી 41 પોઇન્ટ વધીને ખુલી હતી. પરંતુ થોડી વારમા સેન્સેકસમા 1000 પોઇન્ટ અને નિફટીમા 300 થી વધુ અંકનો વધારો જોવા મળ્યો હતો. પરંતુ દિવસ દરમિયાન ભારે વોલેટાઇરીટી જોવા મળી હતી. ગઇકાલે 76759ના લેવલ પર બંધ થયેલ સેન્સેકસ આજે 76888 પર ખુલ્યો હતો. થોડીવારમા જ સેન્સેકસ 77605ના લેવલ પર પહોંચી ગયો હતો. નિફટી 23239ના લેવલ પર બંધ થયો નિફટી આજે 23296 પર ખુલી હતી અને થોડીવારમા જ 23500 ની સપાટી વટાવી દીધી હતી.